મોંઘવારીમાં થોડી રાહત : ઔદ્યોગિક ઉત્પાદનમાં સુસ્તિ

નવી દિલ્હી : ઈન્ડેક્સ (સીપીઆઈ)ના આધારે મોંઘવારીમાં કડાકો નોંધાયો છે. જાહેર થયેલા આંકડા મુજબ મોંઘવારીમાં થોડી રાહત તો ઔદ્યોગિક ઉત્પાદનમાં થોડી સુસ્તી જોવા મળી છે. જાન્યુઆરીમાં છૂટક ફૂગાવાનો દર ૫.૦૭ ટકા રહ્યો છે, જ્યારે ડિસેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાનો દર ૫.૨૧ ટકા નોંધાયો હતો. તો ગયા વર્ષે જાન્યુઆરીમાં છૂટક ફૂગાવાનો આંકડો ૩.૧૭ ટકા નોંધાયો હતો.ફૂડ ઈન્ફ્‌લેશન એટલેકે ખાવા-પીવાની ચીજ વસ્તુઓની કિંમતમાં પતન થવાથી રીટેલ ફૂગાવામાં કડાકો થયો છે. ખાવા પીવાના રીટેલ ફૂગાવાનો દર ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ૪.૭૦ ટકા રહ્યો છે. જે ડિસેમ્બર ૨૦૧૭માં ૪.૯૬ ટકા નોંધાયો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં આઈ.આઈ.પી (ઔદ્યોગિક ઉત્પાદન) વધારો થતાં ૭.૧ ટકા પર પહોંચી ગયું છે. જ્યારે એક વર્ષ પહેલા જાન્યુઆરી માસમાં આ આંકડો ૨.૪ ટકા રહ્યો હતો.