મોંઘવારીનો વિસ્ફોટઃ દેશવાસીઓનો આંર્તનાદ : હવે ભાજપ વિપક્ષમાં બેસે તો કેવું સારૂ…?

પેટ્રોલ-ડિઝલ-ઈંધણ, ગેસનો બાટલો, જીવન જરૂરી ચીજવસ્તુઓ, ધનાઢયવર્ગની હવાઈ મુસાફરીથી લઈ અને ગરીબોની કસ્તુરી સુધીના ભાવ પહોંચી ગયા છે આસમાને, છતાં કોઈના પેટનું કંઈ પાણી જ હાલતું નથી : યાદ કરો, ભાજપ વિપક્ષમાં હતો ત્યારે સડકથી લઈ અને સંસદ સુધી હલ્લાબોલ બોલાવી નાખતું હતુ, હાલમાં એ જ સત્તાપર છે છતા મોંઘવારી કાબુમાં કરી શકતું નથી : કાલનો વિપક્ષ કોંગ્રેસ છે તદન લકવાગ્રસ્ત કોમાની અવસ્થામાં, દેશવાસીઓની વાત સરકાર-પ્રસાસન સુધી પહોંચાડી તેમના કાન ખેંચવાનુ પરીણામલક્ષી પ્રદર્શન-વિરોધ કરવાની યશસ્વી ભૂમિકા ભાજપ જ ભજવી દેખાડે છે, એટલે હવે ભાજપને વિપક્ષમાં ફરીથી લાવવાનો સમય પાકી ગયો છે : પ્રબુદ્ધવર્ગની તીખી ટકોર

૭૦ રૂપિયા ડોલરનો ભાવ થયો ત્યારે “ડોલરનો ભાવ કોની ઉમર બરાબર થયો”? તેવા ભાષણો તત્કાલીન પીએમ માટે ઉચ્ચારાયા હતા

ગાંધીધામ : બાકી કુછ બચા તો મોંઘવારી ડાયન માર જાત હે..નુ પ્રચલિત ગીત હવે ફરીથી વર્તમાન સમયે ભારતમાં આમથી લઈ અને ખાસ સૌને માટે યર્થાથ ઠરી રહ્યુ છે. દેશમાં વિકાસની ગુલબાંગો વચ્ચે જ મોંઘવારીએ માજા મુકી દીધી છે. રોજ બરોજ મોંઘવારીને લઈને મો ફાડ ચિંતા સતાવતા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. ગૃહીણીની રસોઈમાં શાકભાજી અને કઠોળના ભાવવધારાથી ભડકાથી લઈ અને ઈધણ, ગેસના બાટલા, હવાઈ મુસાફરી, ગરીબોની કસ્તુરી સૌના ભાવ એતિહાસીક ટોંચે વધી ગયા છે. એકતરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે જેમા સરકાર મહદઅંશે વિફળ જ દેખાઈ છે તો હવે બીજીતરફ બેકારી-બેરોજગારી અને મોંઘવારીએ લોકોની કેડ તોડવાનુ શરૂ કરી દીધુ છે પરંતુ સરકાર જાણે કે આ બધુ જ મુકપ્રેક્ષક બનીને તમાશો નિહાળી રહી હોય તેવી ચિંતાજનક અવસ્થા દેખાવવા પામી રહી છે. પ્રબુદ્ધવર્ગની વાત માનીએ તો હાલમાં સત્તામાં ભાજપ છે અને વિપક્ષમાં કોગ્રેસ છે પરંતુ ભાજપે દેશના અને પ્રજાજનોના હિતમાં વિપક્ષની જે રીતે મજબુત ભૂમિકાઓ ભજવી છે અને તેમાંય મોંઘવારીના મોરચે તો સરકારને ભાજપે વિપક્ષ બનીને જે કાન આમળી દેખાડયા છે તે કાબીલેદાદ રહ્યા છે અને તેના દાખલાઓ પણ મોજુદ છે એટલે હકીકતમાં દેશવાસીઓએ ઈંધણના ભાવ ૧૦૦ સુધી તો પહોચ્યા છે હવે તેથીય વધુ થતા અટકાવવા જ હોય, મોંઘવારીને ડામવી જ હોય તો ભાજપને વિપક્ષમાં બેસાડવાનો ખરો સમય આવી જ ગયો હોવાનુ કહેવાય છે.

આ બાબતે પ્રબુદ્ધવર્ગમા રોષ સાથે ચાલતા ગણગણાટની વાત માંડીએ તો હાલમાં મોંઘવારીનો બોમ્બ ફુટી રહ્યો છે. આ મોંઘવારી કયાં જઈને અટકશે તે તો ભગવાન જ જાણે કારણ કે, સત્તાપર ભાજપ છે એટલે વિરોધભ કરનાર જ સત્તાપર છે. અને અગાઉ જે સત્તા પર હતા અને હલમાં વિપક્ષમાં બેઠા છે તેઓ તદન કોમાની જ અવસ્થામાં દેખાઈ રહ્યા છે. આટઆટલી ભયંકર મોંઘવારી વધી રહી છે, પ્રજા પાયમાલ બની રહી છે તેમ છતા વિરોધ પક્ષવાળઓને કોઈ જ જ્ઞાન જ નથી કે વિરોધ કરવો તે કેમ કરવાને જે વિરોધ  કરી શકે તે શાશન પર બેઠા છે ને આ ઘનચક્કરમાં પ્રજા પિસાઈ રહી છે. જે અંગે કોઈ કંઈ બોલતુ જ નથી. એક વખત ડોલરનો ભાવ ૭૦ રૂપિયા થયો હતો ત્યારે વિરોધમાં ભાજપ હતુ તો તેને બરાબર વિરોધ કરેલ તે વખતે પેટ્રોલ-ડિજલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધી રહ્યા હતા તેમ છતા ૭૦ રૂપીયાની આજબાજુમાં જ હતા. ત્યારે પણ ભાજપે કડક શબ્દામો વીરોધ કરેલને ભાવ વધવા દીધેલ નહી અને સબસીડી આપીને પેટ્રોલ ડિજલના ભાવ કંટ્રોલ માં રાખેલ ને ત્યા સુધી કે તે વખતે રિલાયન્સને એસારના પેટ્રોલપંપ પણ બંધ થઈ જવા પામી ગયા હતા. જેના કારણે સરકારી પેટ્રોલ પપો સબસીડી સાથે ચલાવના હતા અને જેવી ભાજપ સરકાર આવી તો પ્રજાને કે હવે મોંઘવારી નહી વધે અને આપણને મોટી રાહત થશે. કારણ કે ભાજપ વિપક્ષમા હતી ત્યારે પ્રજાપ્રશ્ને ધારદાર વિરોધ કરી દેખાડયો હતો. પરંતુ હવે તો પ્રજાને એમ થઈ રહ્યુ છે કે, આપણે તો ઠગાઈ ગયા? ૭૦ રૂપીયા પેટ્રોલ મોંઘુ લાગતુ હતુ અને હવે તો આપણે ૧૦૦ના ભાવની નજીક આવી ગયા ? હવે તો ફરીયાદ કરવી તો પણ કોને કરવી ? પ્રજા તો હાલમાં એવી પીસાઈ રહી છે કે એક બાજુ કોરોનાની બીમારી અને બીજી બાજુ બેકારી, આવકો બંધ તેમાં રસોઈ પણ કેમ કરવી? રપ૦૦ રૂપીયા તેલનો ડબ્બો પહોચી ગયો.એક સમય હતો કે બાર માસનુ તેલ રપ૦૦મા આવી જતુ હતુ અને હવે એક ડબ્બો એકાદ-દોઢ માસ ચાલે તેટલો રપ૦૦માં આવે છે? છતા આ ઝભ્ભાલેંગાવાળઓને મોઘવારી દેખાતી પણ નથી. શુ ખરેખર હવે મનમા ને મનમાં પ્રજા પીસાઈ રહી છે? કે ભાજપ આપણુ જ છે અને આપણુ ધ્યાન રાખશે તેવી માન્યતા તો ઠગારી નીવડી છે, આવુ તો થઈ ન શકયુ ઉલટાનુ લોકોની ચામડી જ ઉતારી નાખી હોય તેવી મોઘવારી વધવા દીધી છે. મોંઘવારી, બેકારી, બીમારી અને હવે તો ભુખથી મરવુ કે બીમારથી મરવું કારણ કે આ બધા ખર્ચા પોષાય તેમ છે જ નહી. હવે આ ઝભ્ભાલેંગાધારીઓને ભગવાન સદબુદ્ધી આપે અને મોંઘવારી ઘટાડવા કઈક પગલા લે. કારણ કે આ મોંઘવારી ઝભ્ભાલેગાવાળાઓને તો દેખાશે જ નહી તેઓને તો ભ્રષ્ટાચારની આવક એટલી બધી થઈ ગઈ છે કે, જે સાયકલ પર ફરતા હતા તે મર્સીડીજમા ફરતા થઈ ગયા છે. આ ઝભ્ભાલેંગાવાળા એટલે તેમને આ મોંઘવારી દેખાશે નહી. પણ પ્રજાએ જાગવું પડશે, આ ભ્રષ્ટાચારીઓને સીધા કરવા જ પડશે. તેનો તાજાે દાખલો પશ્ચિમ બંગાળમાં લોકો દાખવેલી જાગૃતીનો કહી શકાય તેમ છે. જે રીતે બંગાળમાં પ્રજાએ ઝભ્ભાલેંગાવાળઓને સ્થાન બતાવ્યુ તેવી રીતે જ બતાવવુ પડશે નહી તો સહીસલાત રહેશુ નહી.

આભા સુધારવી હોય તો પ્રવચનો નહી મોંઘવારી કાબૂમાં કરીને દેખાડો..!

રોજ સવાર પડેને સારા ઉપદેશ દેતા ભાષણો  સરસ અપાયદ છે પણ તેનાથી પેટ નહીં ભરાય

ગાંધીધામઃ હાલમાં તો પ્રજાજનો ભાષણો અને પ્રવચનો સાંભળી સાંભળીને ખુબ ત્રસ્ત બની ગયા છે. બેકારી-બેરોજગારી-મહામારી અને તેમાં મોંઘવારી માજા મુકી રહી છે અને સરકાર અને તેના વડાઓ છે કે તેઓ માત્ર અને માત્ર સવાર પડેને નવા મંત્રો આપતા ભાષણો આપવાનુ શરૂ કરી દે છે. હવે પ્રજા ત્રસ્ત થઈ છે. ભાષણો-પ્રવચનો બહુ થયા. હકીકતમાં જાે વિશ્વના સૌથી શકિતશાળી નેતા અને ભારતમાં ઐતિહાસીક બહુમત ધરાવતી સરકારને આભા સુધારવી જહોય તો પ્રવચનો નહિ, પરીણામલક્ષી કાર્યો કરી દેખાડવા પડે. મહામારીમાં કંઈ ઉકાળી ન શકનાર દેશના નેતાઓને તક છે. હાલ મોંઘવારી બેકાબૂ છે, ખાદ્યતેલ ગયા વર્ષની તુલનાએ ૬૨ ટકા મોંઘુ છે. ઉપરાંત જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને છે. મોટાભાગનો ભાવ વધારો કૃત્રિમ છે. નેતાગીરીની નબળાઈનો ગેરલાભ ઉત્પાદકો લે છે. કોરોનાથી ત્રાહીમામ લોકો ભાવ વધારાથી અતિ પરેશાન છે. લોકડાઉન જેવી સ્થિતિના કારણે આવક તૂટી છે. આ સ્થિતિમાં મોંઘવારી પાલવે તેમ નથી. નેતાઓએ આભા સુધારવી હોય તો ફુગાવા પર કાબૂ કરી દેખાડવો જાેઈએ. આ પ્રજાજનો છે, જનતા જનાર્દન છે, યાદ રાખવો નેતાઓમાં દમ નહિ રહે તો તેને પણ પ્રજા ફગાવતા જરા સહેજ પણ વાર નહી કરે.

નધણિયાતું ભુજાેડી બ્રીજ-નર્મદાજળના કામો કેમ લટકે છે ? કારણ કે સત્તામાં ભાજપ છે..!

જાે ભાજપ વિપક્ષમાં હોત તો આ કામો એક એક દાયકાથી પણ વધુ સમયથી અટક્‌-લટકયુન હોત, ભાજપ વિરેાધ-હલ્લાબોલ કરીને વેળાસર જ આ કામને પાટે ચડાવી દીધા હોત છ  આજે ગાંધીધામથી ટેક્ષીવાળા ગાંધીનગર જવા તૈયાર છે પણ પશ્ચીમમાં ભુજ બાજુ જવા પાડી દે છે ચોખ્ખી ના, ભુજાેડી બ્રીજના ટ્રાફિક જામ, અદ્વરતાલ કામથી લોકો-પ્રજા છે ત્રાહીમામ ત્રાહીમામ

ગાંધીધામ :  કચ્છમાં પણ જિલ્લાવ્યાપી કહી શકાય તેવા મહત્વપૂર્ણ પ્રોજેટકસ અને કામો લાંબા સમયથી પડતર અવસ્થામાં પડયા છે ત્યારે જાણકારવર્ગાે આ સમયે ટકોર કરતા કહી રહ્યા છે કે, ભુજાેડી બ્રીજનુ કામ હોય કે પછી કચ્છને નર્મદા જળ આપવાનો વિષય હોય, આ તમામ કામો એકાદ દાયકા કરતા વધુ સમયથી લટકતા પડયા છે છતા કેાઈના પેટનુ પાણી નથી હાલતુ..! તેના પાછળનુ કારણ શુ છે? એટલુ જ ભાજપ સત્તામાં બેઠુ છે. જાે ભાજપ આજે વિપક્ષ-વિરોધમાં હોત તો આ કામને હલ્લાબોલ-વિરોધથી ઠેર ઠેર ગજવી અને અત્યાર સુધીમાં તો પાડે ચડાવી જ દીધુ હોત. આજે ગાંધીધામથી કોઈ ટેક્ષી-વાહનવાળાને પશ્ચીમ તરફ જવાનુ કહેવાય તો ઘસીને ના પાડી દે છે, ભુજાેડી બ્રીજ શિરદર્દ સમાન બની રહે છે, ગાંધીનગર કહો તો મુકી આવીએ પણ ભુજ અને પશ્ચીમ કચ્છ તરફ નહી આવુ ચોખ્ખુ ચણખ સંભાવી દે છે. વિપક્ષમાં કોંગ્રેસ છે જેણે ભુજાેડી બ્રીજના અટકેલા કામને લઈને એકાદ વખત ફોટો સેસન વિરોધના નામે કર્યુ હતુ તે બાદ કયાંય રજુઆત કરતા દેખાયા નથી, પણ જાે વિરોધમાં ભાજપ હોય તો આવા અટકેલા કામોના ઉકેલ લાવીને જ ઝંપે તેમ કહેવુ પણ વધારે પડતુ નહી કહેવાય.