મેવાસા સીમમાં માલધારી ઉપર ત્રણ શખ્સોનો લાકડીઓ વડે હુમલો

રાપર ઃ તાલુકાના મેવાસા ગામની સીમમાં માલઢોર ચરાવવા મુદ્દે મામલો બિચકતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ થાવરભાઈ ગોવાભાઈ રબારી (ઉ.વ.૩ર) (રહે. જુના મેવાસા તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ તથા ગામના માલધારીઓ ગાયો-ભેંસો ચરાવતા હતા ત્યારે કિડીયાનગર ગામના ચકુ રમણલ રબારી, સામતા વજુ રબારી, કરણ વજુ રબારી પોતાના ઘેટા-બકરા ચરાવવા આવેલ ત્યારે તેઓએ આરોપીઓને અમારી સીમમાં તમારા ઘેટા-બકરા ચરાવવા નહી તેવું કહેતા ત્રણેય જણા ઉશ્કેરાઈ ગયેલ અને ગાળો આપી તેઓ તથા અન્ય માલધારીઓને લાકડીઓ વડે મારમારી ઈજાઓ પહોંચાડતા આડેસર પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ ચંદુભાઈ પાંડોરે તપાસ હાથ ધરી હતી.