મેડિકલ કોલેજ રેગિંગ કાંડ બાદ મોકૂફ કરાયેલી MBBS પરીક્ષા ૩ ઓગસ્ટે લેવાશે

(જી.એન.એસ.)વડોદરા,વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગનો મામલો સામે આવ્યો હતો, રેગિંગનું પ્રકરણ સામે આવ્યા બાદ એમબીબીએસના ત્રીજા વર્ષની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી હતી હવે ૩ ઓગસ્ટે યોજાશે એમબીબીએસની પરીક્ષા યોજાનાર છે.મહત્વનું છે કે ૨૬ જુલાઈના રોજ પરીક્ષા યોજાવાની હતી પરતું તે જ દિવસે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓની રેગિંગ કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં પૂર્વ વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓને વહેલી સવારે એકઠા કરી ઉઠબેસ કરાવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. રેગિંગની આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે અને કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ઘરે જતા રહ્યા છે. જે બાદ પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી હતી.જે બાદ મામલો સામે આવ્યા બાદ રેગિંગ મામલે જવાબદાર બે રેસિડેન્ટ તબીબને છૂટા કરાયા છે. કોલેજના ડીને પણ રેગિંગ અંગેની કબૂલાત કરી હતી અને રેગિંગ કરનાર તબિબો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે ઘટનાની તાત્કાલિક અસરને પગલે બે પૂર્વ વિદ્યાર્થીઓ પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું જ્યારે ત્રીજા વર્ષના ૫ વિદ્યાર્થીઓ અને એક ઈન્ટર્ન તબીબને છ માસનું એકેડેમિક સસ્પેન્શન આપી દેવામાં આવ્યું હતું.