મેઘાણીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, બે દિવસથી સામ સામે પથ્થરમારો

(જી.એન.એસ.)અમદાવાદ,આગામી ટુક સમયમાં નિકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે તેવામાં મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પથ્થરમારો થઈ રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરતા ચર્ચા નો વિષય બન્યો છે. તેવામાં સોમવારે થયેલા બીજા પથ્થરમારા બાદ હથિયારો વડે હુમલો કરાયો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી બનેં તરફે ૭ -૭ શખસોની ધરપકડ કરી છે.મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ખાડાવાળી ચાલીમાં બે કોમના ટોળા વચ્ચે સોમવારે સાંજે ૮ વાગે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં જાણવા મળ્યુ.રીક્ષા પાર્ક કરવા અને ખાટલા પાથરવાની સામાન્ય બાબતે પથ્થરમારો થયો હતો.જોકે ગઈ કાલે આ જ મુદ્દે થયેલા પથ્થરમારામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી કાર્યવાહી કરી હોત તો બીજા દિવસે ફરી આ ઘટના બની ન જોત તેવી લોકોમાં ચર્ચા ઉઠી હતી.સોમવારે થયેલા પથ્થરમારા માં પોલીસે સામ સામે ગુનો નોંધી ૭-૭ લોકોની ધરપકડ કરી હતી. જોકે પોલીસે ગઈ કાલે થયેલા પથ્થરમારામાં કડક કાયદેસર ની કાર્યવાહી કરી હોત તો સોમવારે બનેલી હથિયારી ટોળકીના હુમલાની ઘટના ટળી હોત. તેવામાં આ વિસ્તારમાં માથેભારે શખ્સો અને ચાઈના ગેંગે અગાઉ આતંક મચાવ્યો હતો.