મેઘપર (બો) હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં યુવાનની હત્યા કરી નાસી છુટેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ પ્રાગપર તા. રાપર હાલે વીડી બગીચા પાસે રહેતા પ્રવીણ ઉર્ફે પપ્પુ કુંભા પરમાર (ઉ.વ. ર૭)ની તા. ૧૦-૩-૧૮ના ચાર શખ્સોએ જાહેરમાં હત્યા કરી નાખી મરનાર પ્રવીણ પરિણીત મહિલાને ભગાડી ગયેલ તેનું મનદુઃખ રાખી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારા નાસી ગયા હતા. પૂર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોરાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.આર. પરમારે તપાસનું પગેરૂ દબાવી હત્યામાં સંડોવાયેલા રમેશ છગન વાઘેલા (રહે મૂળ કાનમેર હાલે ગાંધીધામ), સોમનાથ ઉર્ફે રાહુલ વાસુદેવ ક્રિષ્નકુટી નાયર (ઉ.વ. રપ) (રહે ગાંધીધામ), અમરસિંગ ગુલાબસિંગ કુશ્વાહા (રહે મૂળ બિહાર, હાલે શાન્તિધામ વરસામેડી), અમૃતભાઈ ભીખાભાઈ દેવા ભીલ (રહે મૂળ ચન્દ્રોડા, તા. બેચરાજી, જિલ્લો મહેસાણા, હાલે ગાંધીધામ)ને પકડી પાડયા હતા. આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં પીઆઈ બી.આર. પરમાર સાથે પીએસઆઈ વી.બી. ચુડાસમા સાથે સ્ટાફના હરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, જયુભા જાડેજા, હાજાભાઈ ખટારિયા વિગેરે જોડાયા હતા.