મેઘપર બોરીચીમાં વેળાસર સ્થાપો પોલીસ મથક : નહી તો કાયદો-વ્યવસ્થાને માટે બનશે પડકાર

તાત્કાલીક પીએસઆઈ કક્ષાનું મથક સ્થાપવુ હિતાવહ : મેઘપર બોરીચીમાં અનેકવીધ સોસાયટીઓ, ત્રણથી વધુ જેટલા મહાકાય રીસોર્ટ, ઉદ્યોગગૃહોનો ધમધમાટ, પરપ્રાંતીય બારાતુઓના ડેરાતંબુ કહી શકાય ચિંતાજનક : જો હાલમાં પીએસઆઈ કક્ષાનું મથન નહી સ્થાપો તો ભવિષ્યમાં પી.આઈ. કક્ષાના મથકને પણ ફેકાશે અહી લલકાર : કંઈ નહી તો સોસાયટીઓના સાર્વજનીક પ્લોટમાં હાલતુરંત સ્થાપી દયો પોલીસ ચોકી

 

‘મોહ’ મુકે ગાંધીધામ..! અંજારને બનાવો વડુમથક
આઈટી-પોલીસ વિભાગ(એસપીકચેરી) ગાંધીધામ ખાતે લાવીને કયા લાડવા ખાઈ લીધા.? વર્ધી વધી ગઈ..સલામતી વધારે જોખમાઈ છે..!
ગાંધીધામ : મેઘપર બોરીચીનો ભાગ અંજારમાં આવતો હોય તો અંજાર તબક્કે તો ધારાસભ્ય પણ કચ્છી રાજયમંત્રી છે અને તેઓની રજુઆતોના તો ધડાધડ પડઘા સચિવાલય સ્તરે પડતા જ રહ્યા છે. આ તબક્કે તેઓને જરૂર પડે તો તેઓે સમક્ષ સ્થાનિકેથી દરખાસ્ત રજુ કરી અને પ્રસ્તાવ મૂકાવો જોઈએ. અંજાર આમેય કચ્છનુ વડુ મથક જ કહી શકાય તેમ છે. પૂર્વ કચ્છ આરટીઓ કચેરી અપાઈ છે, પ્રાંત અધિકારી અંજારમાં છે, શિક્ષણ કચેરીના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે અંજાર કદાચ વડુમથક રહેતુ હોય તો તેમાં કોઈ વરવાંધો ગાંધીધામે રાખવો પણ ન જોઈએ. ગાંધીધામે હકીકતમાં આ મોહ મૂકવો જોઈએ. કારણ કે પૂર્વ કચ્છમાં પોલીસ વિભાગ(એસપી)કચેરી અલાયદી લાવીને શું લાડવા શહેરીજનોને હકીકતમાં ખાવા મળી ગયા? ખરેખર તો ઈન્કમટેક્ષ વિભાગ અને પોલીસ વિભાગ અલગથી લાવતા કેવા ફાયદા થયા કે પીસાયા છે તે તો અહીનો વેપારી વર્ગ અને પ્રજા વધુ સારી રીતે જાણતી હશે? હકીકતમાં તો આવી કચેરીઓ આવ્યા બાદ વર્ધીઓ વધી ગઈ..અને સલામતી તો જોખમાઈ જ ગઈ છે. તેવુ પણ જાણકારો જણાવી રહ્યા છે. હકીકતે તો અંજાર વડુમથક બનતુ હોય તો ગાંધીધામે જરૂરી સહયોગ તેના માટે આપવો પડે તો આપવો જોઈએ. વર્ધીમાંથી તો છુટકારો મળી જાય. સલમાતી અને સુરક્ષા તો આમેય ભગવાન ભરોસે જ છે.

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક મથક ગાંધીધામ સંકુલ આસપાસના વિવિધ વિસ્તારોથી વસેલુ નગર છે. અહી જોડીયાનગર આદીપુરની સમતોલ જ હવે મેઘપર બોરીચીનો વિસ્તાર પણ વિકાસની હરણફાળ ભરી ચૂકયો છે. આ વિસ્તારમાં આવેલી થોકબંધ સોસાયટીઓ અને ઔદ્યોગીક ધમધમાટના પથરાવની વચ્ચે વર્તમાન સમયે જાણકાર વર્ગ દ્વારા જે લાલબત્તી ધરવામા આવી રહી છે કે, આ વિસ્તારમાં વેળાસર જ વિના વિલંબે એક પીએસઆઈ કક્ષાનું પોલીસ થાણું સ્થાપવાની દીશામાં સૌએ સહીયારા પ્રયાસો હાથ ધરવા જોઈએ.
આ અંગે સહેજ વિગતે વાત કરીએતો મેઘપર બોરીચીમાં વસવાટ કરી રહેલી પ્રજાજનોની સંખ્યા, આ વિસ્તારમાં આવેલા ત્રણથી વધુ મહાકાય રીસોર્ટસ, ઉપરાંત મોટા ઔદ્યોગીક એકમોના ધમધમાટની સાથે જ કઈક બારાતુ લોકોનો મોટો પથરાવ અહી રહેતો હોય છે. પરપ્રાંતીયોથી અહી એટલી સંખ્યામં આવી ગયા છે કે, જાણ્યા જોયા પણ ઓળખાત નથી. જે રીતે અહી હાલમાં પણ આતંરીક રીતેરકજક વકરી રહી છે તેને જોતા તો વેળાસર જ અહી પીએસઆઈ કક્ષાનું થાણુ નહી સ્થાપવામાં આવે તો આવનારા દીવસો અહી એટલા કપરા સાબીત થવા પામી શકે તેમ છે કે, અહી કદાચ પછી પીઆઈ સ્તરનુ પોલીસ મથક સ્થપાશે તો પણ બેઅસર રહેશે.
હકીકતમાં મેઘપર બોરીચીમાં પોલીસ થાણુ સ્થાપવાને માટે સ્થાનિક પદાધિકારીઓ, વહીવટીતંત્ર, સરકાર તબક્કે જે રજુઆતો કરવા સક્ષમ છે તેઓએ ગંભીરતાથી વીચારવુ જોઈએ તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે. હંગામી ધોરણે અહી હાલમા પોલીસ ચોકી બનાવી દેવાય તો પણ હાશકારો થવા પામી શકે તેમ છે. કદાચ તે માટે જમીનનો પ્રશ્ન રહેતો હોય તો કઈક સોસાયટીઓ અહી બનેલી છે એન તેમાં સાર્વજનીક પ્લોટસ મુકાયેલા જ હશે તેમાં કદાચ હંગામી પોલીસ ચોકી ફાળવી દેવાય તે પણ ઉપયોગી પુરવાર થવા પામી રહે તેમ છે. પરંતુ આ માટે વેળાસર સૌ કોઈએ ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે તેમ કહેવુ જરા સહેજ પણ વધારે પડતુ નહી કહેવાય.