મેઘપર બોરીચીમાં યુવાનનો આપઘાત

કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની : આપઘાત પાછળના કારણો જાણવા પોલીસે આદરી તપાસ

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે ગાયત્રીનગરમાં રહેતા યુવાને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આત્મહત્યાનો બનાવ વહેલી સવારે..વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. ગાયત્રીનગરમાં રહેતા કપિલ મયુરસિંહ જાડેજા (ઉ.વ.રપ) નામના યુવાને પોતાના ઘરે કોઈ પણ કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો તેને રામબાગ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધો હતો. અંજાર પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી હેડ કોન્સટેબલ રાજેન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ શિવુભા જાડેજાએ જણાવ્યું હતું. આ યુવાને કેવા કારણો આત્મઘાતી પગલુ ભરેલ હતો તે તો તેના મૃતદેહનું પીએમ થયા બાદ તેના અંતિમ સંસ્કારવિધિ પૂર્ણ થયે તેના પરિવારજનોની પૂછપરછમાં બહાર આવી શકે તેમ છે. યુવાનના આપઘાતથી પરિવારજનો તથા સગા સંબંધીઓમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.