મેઘપર બોરીચીમાં યુવતીઓ સાથે કરાયેલા અડપલામાં અંતે ફરિયાદ

અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતી યુવતી સાથે શારીરિક અડપલા કરીને ૪ ઈશ્મોએ છેડતી કરતા અંતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભોગગ્રસ્ત યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે, આરોપી પ્રકાશ ઉર્ફે માવલો ભીલ તથા તેની સાથે આવેલા એક અજાણ્યા શખ્સે ભોગગ્રસ્ત યુવતીના ઘરમાં ગત તા.૧૮/૪ના રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં અપપ્રવેશ કર્યો હતો. તે બન્નેની પાછળ અન્ય બે અજાણ્યા ઈશમો પણ ઘરમાં આવ્યા હતા. રાત્રીના ચારે આરોપીઓઓ ભોગગ્રસ્ત યુવતી તેમજ તેની સાથેની સાહેદને ધકામૂકી કરી હતી અને શારીરિક અડપલા કરીને છેડતી કરાઈ હતી. તો ધકબુશટનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ નાશી ગયા હતા. બનાવને પગલે પ્રથમ તો પોલીસમાં ફરિયાદ લેવામાં આનાકાની થઈ હતી. ઘટનામાં એક આરોપી તરીકે કોઈ પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચાઓ પણ હતી. ત્યારે એસપીને રજૂઆત કર્યા બાદ ગત રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં વિધિવત ગુનો નોંધાયો હતો. જેમાં નામજોગ માત્ર એક જ આરોપી દર્શાવાયો છે. તો અન્ય ૩ આરોપી અજાણ્યા ઈશમ હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. બનાવ અંગે અંજારના પીએસઆઈ સી.બી. રાઠોડે આગળની તપાસ હાથ ધરી છે.