મેઘપર બોરીચીમાંથી ૪ર હજારની ઘરફોડી

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે વૃંદાવન પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૪ર,૪૦૦ની માલમતા ચોરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઉદય નરેન્દ્ર જાનીની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે વૃંદાવન પાર્ક સોસાયટીના મકાન નંબર ૧૭૩માં પરિવાર સુતો હતો ત્યારે તસ્કરોએ મુખ્ય દરવાજાની કડી તોડી ઘરમાં ઘુસ્યા હતા અને કબાટ ખોલી તેમાં રહેલા રોકડા રૂપિયા ૧૦ હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ્લ રૂ.૪ર,૪૦૦ની માલમતા ચોરી ગયા હતા. અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સહાયક ફોજદાર મહેશભાઈ ચાવડાએ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેઘપર કુભારડી તથા મેઘપર બોરીચીની સોસાયટીઓમાં અવારનવાર ચોરીના બનાવો ઉજાગર થતા રહ્યા છે. પરંતુ એકપણ ચોરીનો ભેદ નહી ઉકેલાતા અને ફરી પાછા અડધા લાખની ચોરીના બનાવથી રહેવાસીઓમાં ફફડાટ મચી જવા પામી છે.