મેઘપર બોરીચીમાંથી સગીરાનું અપહરણ

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી સગીર કન્યાને ભગાડી જતા ગાંધીધામના શખ્સ સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ નવી સુંદરપુરી ગાંધીધામ રહેતા વીકી ઘનશ્યામ બારોટએ મેઘપર બોરીચીમાં રહેતી ૧૭ વર્ષ ૧૧ માસની સગીર કન્યાને લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામ કરવાના ઈરાદે ગત તા. ૩૦-૭ના બપોરના ૧રથી રના ગાળામાં અપહરણ કરી જતા અંજાર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી પીઆઈ બી.આર. પરમારે તપાસ હાથ ધરેલ છે.