મેઘપર-ગોડપર ચોકડી પાસે ત્રિપ્પલ અકસ્માત

ભુજ : ભુજ-માંડવી રોડ આવેલી મેઘપર-ગોડપર ચોકડી પાસે સોમવારે સાંજે ત્રિપ્પલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૦ લોકોને ઈજાઓ થવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ-માંડવી રોડ પર આવેલ મેઘપર-ગોડપર ચોકડી પાસે સોમવારે સાંજના ત્રિપ્પલ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવતી ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતા આગળ જતી એસટી બસ અને સામેથી આવતી અન્ય એક એસટી બસ સાથે ટકરાતા બન્ને એસટી બસમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં અંદાજે ૧૦ જેટલા લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.