મેઘપર કુંભારડીમાંથી ૧૬ બોટલ શરાબ પકડાયો

અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે શિવ રેસીડેન્સીમાં પોલીસે છાપો મારી ૧૬ બોટલ શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મેઘપર કુંભારડી ગામે રહેતા વિશાલ ચિમનલાલ સોલંકીના મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી આધારે અંજાર પીઆઈ બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સટેબલ હરેન્દ્રસિંહ જાડેજાએ છાપો મારી ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬ કિં.રૂા.૪૮૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટ્યો હતો.