મેઘપર(બો)માં પાર્ક કરેલી બાઈક ચોરાઈ

અંજાર : અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી સાગર શિવલાલ દુબે (રહે. મેઘપર બોરીચી સંતકૃપાનગર મકાન નં.૯)વાળાએ જણાવ્યા અનુસાર તેઓની મોટર સાયકલ નં. જીજે. ૧ર. સીઈ. પ૦રપ વાળુ મકાન આગળ પાર્ક કરેલ હતું જે કોઈ હરામખોર ચોરી ગયાનું જણાવ્યું હતું. અંજાર પોલીસ દફતરે વાહન ચોરીનો ગુન્હો નોંધી તપાસ એએસઆઈ મહેશભાઈ દેસાઈ હાથ ધરેલ છે.