અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં એક શખ્સે આધેડને ચાકુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રવિન્દ્ર નરેન્દ્ર સબરવાલ (ઉ.વ.પપ)એ આરોપી શક્તિસિંહ અનુપસિંહ જાડેજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. મેઘપર બોરીચીમાં નવરત્ન ડ્રીમ્સ સોસાયટીમાં રહેતા ફરિયાદીને આરોપીએ કોઈ અદાવતને કારણે ભૂંડી ગાળો આપીને ચાકુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંજાર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીને રાઉન્ડઅપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.