‘મેક ઈન ઈન્ડિયા-૨’ રજૂ કરવાની તૈયારીમાં મોદી સરકાર

નવી દિલ્હીઃ મોદી સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામનો બીજો તબક્કો આવતાં મહિને લોન્ચ કરશે. આ વખતે સરકારનું જોર રોબોટિકસ, જીનોમિકસ, કેમિકલ ફીડસ્ટોક અને ઈલેકિટ્રકલ સ્ટોરેજ જેવા ક્ષેત્ર પર હશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ મેક ઈન ઈન્ડિયા ૨.૦માં કવર કરવામાં આવનારા દરેક સેકટર માટે પાંચ વર્ષનો રોડમેપ બનાવી રહ્યો છે.
અધિકારીએ ઉમેયુ કે અમે ઈચ્છીએ છીએ કે મેક ઈન્ડિયા હેઠળ ભવિષ્યની વાતો પર વધુ જોર આપવામાં આવે અને થોડા વર્ષેામાં વૈશ્વિક સ્તરે આવનારા અવસરો માટે આપણે તૈયાર થઈ શકીએ. સરકાર હાલની વ્યવસ્થાઓનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરશો અને નવા તબક્કા માટે રણનીતિ ઘડશે. તેમણે કહ્યું કે આ માટે નવી સમિતિઓ બનાવવામાં નહીં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર-૨૦૧૪માં મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યેા હતો. અત્યાર સુધી તેનું ફોકસ ઓટોમોબાઈલ, ટેકસટાઈલ્સ, કન્સ્ટ્રકશન અને એવિએશન સહિત ૨૫ સેકટરો પર રહ્યું છે. તેનો હેતુ આ ક્ષેત્રમાં લોકલ મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા અને રોજગારના અવસરો ઉભા કરવાનો છે. બીજો તબક્કો શરૂ થતાં પહેલાં સ્થિતિ એવી છે કે મેન્યુફેકચરિંગ ઈન્ડસ્ટ્રીઝ ઠીકઠાક રહી છે. આવું વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તી હોવાને કારણે બન્યું છે જેના કારણે એકસપોર્ટ ડિમાન્ડ ઘટી છે. ફિસ્કલ વર્ષ ૨૦૧૭-૧૮માં દેશના મેન્યુફેકચરિંગ સેકટરની ગ્રોથ ૪.૬ ટકા રહેવાની આશા છે. પહેલાં વર્ષે આંકડો ૭.૯ ટકા હતો. તાજેતરમાં જ સંપન્ન થયેલા શિયાળુ સત્ર દરમિયાન વાણિય અને ઉધોગ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે મેન્યુફેકચરિંગ સેકટરનું પ્રદર્શન ડોમેસ્ટિક ડિમાન્ડ, ઈન્વેસ્ટમેન્ટ અને કિંમતો જેવા અનેક પાસાઓ પર નિર્ભર રહે છે.
બીજા તબક્કામાં વિભાગ પરિયોજનાઓ પર નજર રાખવા માટે એક દળ બનાવશે. તેમાં ત્રણથી ચાર સભ્યો હશે. આ દળ પ્રોગ્રામની પ્રગતિની સમીક્ષા કરશે અને ૧૦-૧૨ મહિનામાં પોતાનો રિપોર્ટ આપશે. વિભાગ દરેક સેકટરને રાજયો અથવા વિસ્તારો અને ઈન્ડસ્ટ્રીયલ કલસ્ટર્સ સાથે જોડવાની રૂપરેખા પણ રજૂ કરશે