મેક્સિકોમાં ૮.૧ તીવ્રતાનો ભૂકંપ : ત્રણના મોત : સુનામીનું એલર્ટ

મેક્સિકો : અમેરિકન રાજ્ય મેક્સિકોમાં ભૂંકપના ઝાટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૮.૧ની માપવામાં આવી છે. ભૂકંપને લઈને રાજ્યના કાંઠાવાળા વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યો છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ અનુસાર ભૂકંપની તીવ્રતા ૮.૦ માપવામાં આવી છે.
મેક્સિકો શહેર  પિજિજિયાપનમાં આ ભૂકંપ આવ્યો છે, જ્યાં લોકો જીવ બચાવવા માટે રસ્તાઓ પર ભાગવા લાગ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, પિજિજિયાપનથી ૧૨૩ કિલોમીટર દૂર અને જમીનમાં લગભગ ૩૩ કિલોમીટર નીચે નોંધાયો છે. સુનામીની ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, ભૂકંપની તીવ્રતા એટલી વધારે છે કે, આનાથી સુનામી આવી શકે છે.