મૃતકના બોગસ દસ્તાવેજ બનાવી ૩૫ લાખની છેતરપિંડી કરનાર ૩ ત્રણ ઝડપાયા

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાં ફરી લેન્ડગ્રેબિંગની ફરિયાદ સામે આવી છે. જેમાં ફરિયાદી પિતા ૨૦૦૧માં મુત્યુ પામ્યા હતા તેમની માલિકીની મોટા મવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી બોગસ દસ્તાવેજ બનાવી ૩૫ લાખની છેતરપિંડી આચરનાર ૫ શખ્સો સામે તાલુકા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અન્વયે પોલીસે ગુનો દાખલ કરી ૩ આરોપીઓની ધરપકડ કરી છે.રાજકોટ તાલુકા પોલીસે નાના મવા રોડ પર ગોવિંદ પાર્ક-૧ પંચશીલ કોમ્પલેક્ષ ફલેટ નં. ૩૦૧ માં રહેતાં મુળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતિભાઇ ભુરાભાઇ બાણગોરીયાની ફરિયાદ પરથી પોપટપરા રઘુનંદન સોસાયટી પોસ્ટ ઓફિસ સામે શિવ લહેરી ખાતે રહેતાં મિલન ખોડાભાઇ મકવાણા, દોલુભા દેવાભા સુમાણીયા, જીતેન્દ્ર રમેશભાઇ ગજેરા,હરસુખભાઇ મગનલાલ તથા ફરિયાદી કાંતિભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇનું ખોટુ નામ ધારણ કરનાર શખ્સ સામે IPCની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦-બી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.