મુરતીયાઓ માટે કચ્છમાં ‘રાત ટુંકીને વેશ જાજા’નો તાલ

આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડધમ થઈ જશે શાંત ઃ ઠેર-ઠેર જાહેરસભાઓ, રેલીઓ, પર આવશે બ્રેક ઃ ઉમેદવાર અને સમર્થકો દ્વારા ગુપ્ત બેઠકોનો વધશે ધમધમાટ ઃ અંગત રીતે પોતાના સમર્થનમાં મતદાન કરવા-કરાવવા માટેની હાથ ધરાશે ભેદી કવાયત

 

નાણાની પણ હવે ખુલશે કોથરીઓ..!
ગાંધીધામ ઃ આજે સાંજથી પ્રચાર બંધ થશે ત્યોર છેલ્લી ઘડી સુધી મતદારોને આકર્ષવા મુરતીયાઓ લડી લેશે. મતદારો અહી પોતપોતાની રણનીતીઓ વધુ અમલી બનાવશે અને મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો નાણાની કોથળીઓ ખુલે તો પણ નવાઈ નહી કહેવાય.

 

હવે ‘ખાટલા બેઠકો’નો થશે ધમધમાટ
ગાંધીધામ ઃ ગુજરાત સાથોસાથ કચ્છમાં પણ આજ સાંજથી ચૂંટણી પ્રચાર ભુંગળા બંધ કરી દેવામા આવશે. ખુલ્લીને કોઈ પણ ઉમેદવાર પોતાના સમર્થનમાં મતની અપીલ કરી શકશે નહી. જાહેરસભાઓ, રેલીઓ,લોકસંપર્ક પ્રવાસ કાર્યક્રમો બંધ થઈ જશે. પરંતુ શુંં હકીકતમાં પ્રચાર બંધ રહે ખરો? ના મુરતીયાઓ છેલ્લી ઘડી સુધી પોતાની તરફેણમાં મતદાન થાય તેના માટેના પ્રયાસો સતત કરતા જ રહેશ અને હવે આદર્શ આચારસંહીતાને અનુસરતા ભાગરૂપે જાહેરપ્રચાર બધ થશે પરંતુ ગુપ્ત ખાટલા બેઠકોનો ધમધમાટ શરૂ થશે. ખારીભાત અને કઢીની વ્યવસ્થાઓ સાથે પણ મુરતીયાઓ બેઠકો કરશે. મતદારોને પોતાના સમર્થનમાં રાખવાના પ્રયાસો કરશે.

 

તો મતદાનની ટકાવારી નીચે જાય ઃ મુરતીયોઓમાં ઉચ્ચાટ
ગાંધીધામ ઃ આગામી નવમી ડીસેમ્બરના રોજ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવવા પામી રહી છે. નોટબંધી અને જીએસટી જેવા મુદાઓના લીધે નિરસ જણાતી ચું ટણમાં કયાંક રહ્યો સહ્યો ઉત્સાહ પ્રચારમાં દેખાયો તો અંતિમ ઘડીએ ઓખીની આફતે આ પ્રચારના રંગમાં ભંગ પાડી દીધો હતો કેટલાય દીગ્ગજ નેતાઓની છેલ્લી ઘડીની પ્રચારસભાઓ રદ થવા પામી ગઈ છે. તેવા માહોલ વચ્ચે ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે ઓખીની ઘાત તો ગઈ પરંતુ અસર હજુય બે દીવસ રહેવાની શકયતા છે. ઓખી થકી કચ્છમાં પણ કોલ્ડવેવની સ્થિતી છે. નલીયા તો રાજયભરમાં ઠુંડુગાર નગર બની ગયુ છે. જો આવો જ માહોલ રહે તો મતદાનના દીવસે લોકો ઘરોની બહાર નીકળતા વિચાર કરશે. આવી જ ભીતી મુરતીયાઓને પણ અનુભવી રહ્યા છે. કારણ કે તેની અસર સીધી મતદાન પર પણ થવા પામી શકે છે અને મતદાનની ટકાવારીની વધ-ઘટ ઉમેદવારોને માટે લાભ-નુકસાનકારક પણ બની રહેતી હોય છે.આવામાં લોકો ઠંડીન માહોલમાં કેટલા બહાર નીકળશે તે એક યક્ષ સવાલ બની રહ્યો છે.

 

લગ્નસરાની સિઝન શિરદર્દસમાન ઃ
ભીડ જામતી જ નથી ઃ ૯મીએ શું થશે?
ગાંધીધામઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને લગ્નસરાની સિઝન ફરી આ વખતે ભેગા થયા છે. ગુજરાત સહિત કચ્છમાં પણ લગ્નસરાની મોસમ ચૂંટણ લડતા ઉમેદવારો અને રાજકીયપક્ષો માટે માથાનાદુખાવારૂપ બની ગઈ છે. પારીવારીક લગ્ન પ્રસંગોમાં જવુ ફરજીયાત હોવાથી ભાજપ અને કોંગ્રેસના પ્રચારના કાર્યક્રમોમા કાર્યકરોની હાજરી પાંખીબની છે. પ્રચારના માટે સવારનો ડોર ટુ ડોર રાઉન્ડ ખુબજ મહત્વનો મનાય છે ત્યારે આગામી ૯મીએ પણ લગ્નો ખુબ મોટા પ્રમાણમા છે જે આગામી ૧રમી સુધી રહેશે. આવામાં નવમીએ મતદાનને લગ્નસરાની સિઝન કેવી અસર કરશે તેનાથી પણ ચિંતીત બની રહ્યા છે.

 

કાલે કત્લની રાત
ગાંધીધામ ઃ કચ્છની છએ છ વિધાનસભા બેઠકો પર જાહેર ચૂંટણી પ્રચાર પર આજે સાંજથી પડદો પડી જવાનો છે. ત્યારબાદ ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ થવા પામી જશે. શનિવારે મતદાન યોજાશે એટલે શુક્રવારની રાત ઉમેદવારો માટે કત્લની રાત બની રહેશે.

 

ગાંધીધામ ઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આગામી નવમી ડીસેમ્બરના રોજ યોજાવવા પામી રહી છે. મોડેલ કોડ ઓફ કન્ડકટના અનુસાર આજે સાંજના રાજકીયપક્ષ અને ઉમેદવારોના જાહેર પ્રચાર -ભુંગળા ઠપ્પ કરી દેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે શનિવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડધમનો આજ સાંજેથી અંત આવી જવા પામશે. જેના પગલે ચૂંટણી લડી રહેલા મુરતીયા-ઉમેદવારોને માટે પણ જાણે કે રાત ટુંકીને વેશ જાજાનો હવે તાલ થતો જાવા મળી આવે તો નવી નવાઈ નહી કહેવાય. કચ્છમાં પણ છ બેઠકો પર જુદા જુદા રાજકીય પક્ષોના ૮૦ જેટલા મુરતીયાઓ મેદાનમાં છે. તેઓની હવે જાહેરસભાઓ, રેલીઓ, વાહનો મારફતે કરવામા આવતા પ્રચાર, લાઉડ સ્પીકર સહીતના ઉપયોગ પર બ્રેક આવી જવા પામી જશે. તે પહેલા આજ સાંજ સુધીમાં હજુય વિવિધ
આભાર – નિહારીકા રવિયા રાજકીયપક્ષો દ્વારા દિગ્ગજાને બોલાવી અને પોતાની તરફેણમાં મતદાન કરવાને માટે એડીચોટ્ટીના જાર લગાવાઈ રહ્યા હોવાનો વર્તારો જાવા મળી આવી રહ્યો છે.
મુરતીયાઓ ચૂંટણી જાહેર થયા બાદ ટીકીટ ફાળવાઈ જતા પોતાના સમર્થનમાં મતો રડી લેવાના માટે તમામ મેરચે સમગ્ર મતવિસ્તારમાં પ્રયાસો હાથ ધર્યા હતા. શામ – દામ- દંડ- ભેદની નીતીરીતીઓ રાજકીયપક્ષો અને મુરતીયાઓ દ્વારા કયાંક ને કયાંક અજમાવાઈ હોવાનો વર્તારો પણ જોવા મીળ આવ્યો હતો. જે તમામ હવે થંભી જવા પામશે.