મુન્દ્ર માંથી પાંચ પિયક્કડો૫કડાયા

મુન્દ્રા : શહેરના ડાક બંગલા પાસે શરાબની મહેફીલ માણતા પાંચ નબીરાઓને પોલીસે ધરબોચી લીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુન્દ્રા પી.આઈ. એમ. એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના સહાયક ફોજદાર પ્રદિપસિંહ ઝાલા, નારાણભાઈ રાઠોડ, વાલાભાઈ આહીર, ખોડુભા ચુડાસમા સહિતના સ્ટાફે જનરલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન ડાક બંગલા પાસેથી બોલેરો જીપકાર પકડી પાડી હતી. જેમાં સવાર શ્યામ વિશ્રામ ગઢવી (ઉ.વ.રર) (રહે. નાના કપાયા), અમિત વિનોદભાઈ પરમાર (ઉ.વ.ર૯) (રહે. બારોઈ), મંગા કાના ગઢવી (ઉ.વ.૩૬) (રહે. શેખડીયા), ભુપત નરશી વાવીયા (ઉ.વ.પ૦) (રહે. નાના કપાયા) તથા કમલેશ દેવરાજ ગઢવી (ઉ.વ.૩પ) (રહે. શેખડીયા, તા.મુન્દ્રા) નશાની અસર તળે મળી આવતા તમામ સામે પ્રોહીબીશન ધારા હેઠળ અલાયદી ગુન્હાઓ નોંધી સહાયક ફોજદાર પ્રદિપસિંહ ઝાલાએ ધરપકડ કરેલાનું પીએસઓ કીરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું.