મુન્દ્રા-માંડવી વિસ્તારના ૧૨ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર માંડવી તાલુકાના ગોધરા ગામના નાકા ફળિયાના કુલ-૧૩ ઘરોને તા.૨૦/૪ સુધી, માંડવી શહેરના ધવલ પાર્ક વિસ્તારના કુલ-૧૪ ઘરોને તા.૨૦/૪ સુધી, માંડવી શહેરની ખારવા શેરીના કુલ-૧૨ ઘરોને તા.૨૦/૪ સુધી, માંડવી તાલુકાના મોટી રાયણના સુખપરવાસના કુલ-૧૧ ઘરોને તા.૨૦/૪ સુધી, માંડવી તાલુકાના ફરાદી ગામના ઠાકર મંદિર પાસેના વિસ્તારના કુલ-૧૩ ઘરોને તા.૨૦/૪ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામની સુરભી હોટલ, પ્રથમ ઘર સુનીલકુમાર ઠાકુર અને છેલ્લું ઘર ધરમસિંહ કુલ-૨૯ ઘરોને તા.૧૯/૪ સુધી, મુન્દ્રા શહેરના અદાણી ટાવર, બી-૨/૧૨, સમુન્દ્રા ટાઉનશીપ પ્રથમ ઘર ઉદય વરિયા, છેલ્લું ઘર અનિલભાઇ મણી, કુલ-૩૮ ઘરોને તા.૨૦/૪ સુધી, મુન્દ્રા શહેરના “દિયા પાર્ક” પ્રથમ ઘર નદીર નુરદીનશા ખોજા, છેલ્લું ઘર અગરીયા ઈસ્માઇલ, કુલ-૨૧ ઘરોને તા.૨૦/૪ સુધી, મુન્દ્રા ગામના બારોઇના “પારસનગર” પ્રથમ ઘર જિગ્નેશ કુવર છેડા, છેલ્લું ઘર કનૈયાલાલ શર્મા, કુલ-૩૫ ઘરોને તા.૨૦/૪ સુધી, મુન્દ્રા શહેરના વૈભવ પાર્ક પ્રથમ ઘર ધમેન્દ્રસિંહ જેઠવા છેલ્લું ઘર શ્રીકાંત વ્યાસ કુલ-૪૪ ઘરોને તા.૨૦/૪ સુધી, મુન્દ્રા શહેરના સમુદ્ર ટાઉનશીપના અ-૨૨/૩ પ્રથમ ઘર ક્રિષ્ના વાસુપલી છેલ્લું ઘર ધીરજ પટેલ કુલ-૩૬ ઘરોને તા.૨૦/૪ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ-૪ ગામના નિર્મલ પાર્ક પ્રથમ ઘર જયેશ હેમંતભાઇ કપુર, છેલ્લું ઘર પવનકુમાર તિવારી કુલ-૨૪ ઘરોને તા.૨૦/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.