મુન્દ્રા ભાજપે વિરેન્દ્રસિંહ જાડેજાનો વિજયોત્સવ મનાવ્યો

ફટાકડા  ફોડી – મિઠાઈ વહેંચી કરી ઉજવણી

મુન્દ્રા : માંડવી વિધાનસભા બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજાનો ભવ્ય વિજય થતાં મુન્દ્રા ભાજપે વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપ આગેવાનો-કાર્યકરોએ મિઠાઈ વહેંચી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
માંડવી વિધાનસભા બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાનો ભવ્ય વિજય થતાં મુન્દ્રામાં ભાજપ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રામાં ભાજપ પરિવારે મીઠાઈ વહેંચી-ફટાકડા ફોડી તેની ઉજવણી કરી હતી.
આ વેળાએ ધર્મેન્દ્ર જેસર, જયેશ આહિર, શકિતસિંહ જાડેજા, વૈભવ ધારક, ડાહ્યાલાલ આહિર, કનૈયા ગઢવી, રાજેન્દ્ર ચોથાણી, દિગંત ભટ્ટ, ભવાન રોસીયા, જીવણજી જાડેજા, ભોજરાજ ગઢવી, ખીમરાજ ગઢવી સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.