મુન્દ્રા બ્રાન્ડેડ સૂઝ દાણચોરીકાંડ : પાંચ કરોડની ડયુટીચોરીનો ઘટસ્ફોટ?

અમદાવાદ ડીઆરઆઈની એસઆઈઆઈબી વિંગના અધિકારીઓની ટીમનો સપાટો : મુદરા બંદરેથી ઝડપેલા મિસડીકલેરેશન કૌભાંડમા થતા નવા ચોકાવનારા ખુલાસા : ડીઆરઆઈના ૧૦૦ ટકા એકઝામિનેશનની કામગીરીથી ખુલ્યા ભોપાળા : પ૬પ કાર્ટુનમાંથી પપ૦ કરતા વધારે કાર્ટુન પ્રતીષ્ઠીત વૈશ્વીક બ્રાન્ડમાં થયા હતા બરામદ : કુલ્લ ૧૧પર૦ જુત્તાની જાડીઓ નીકળી

ગાંધીધામ : દેશના ખાનગી બંદરોમાં અગ્ર હરોળમાં ગણના પાત્ર મુન્દ્રાનું અદાણી બંદર પાછલા લાંબા સમયથી દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયું છે. ભેજાબાજા મીસડીકલેરેશન કહી એક વસ્તુના નામે બીજી વસ્તુને દેશમાં ઘુસાડવા આ બંદરનો ગેટ-વે તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જા કે પાછલા થોડા સમય ડિઆરઆઈ દ્વારા ડયુટીચોરી ઝડપી દાણચોરોમાં ફફડાટ ફેલાવાયો છે. ત્યારે ફરી ડિઆરઆઈએ મુન્દ્રા બંદરથી બ્રાન્ડેડ સુઝના પ કરોડની દાણચોરી પ્રકરણનો ભાંડાફોડ કરી સપાટો બોલાવી દીધો છે.
અમદાવાદ ઝોનના ડિરેક્ટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ ની ટીમે મુન્દ્રા પોર્ટ ખાતેથી કસ્ટમ ડ્‌યુટી ભર્યા વિના રૂપિયા પાંચ કરોડથી વધુની કિંમતના શુઝની દાણચોરીને ઝડપી લીધી હતી.
રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ, ઝોનલ એકમ, અમદાવાદની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ ટીમને માહિતી મળી હતી કે, મુંબઈના  ઘાટકોપરની દિવ્ય નોવેલ્ટી દ્વારા બ્રાન્ડેડ શૂઝ પર યોગ્ય કસ્ટમ ડ્‌યુટી લેવીઝથી દૂર કરવા માટે પુરુષો અને સ્ત્રીઓને બ્રાંડ્ડ શૂઝને અનબ્રાંડેડ બાળકના જૂતા, અનબ્રાંડેડ  પુરુષોના જૂતા અને મહિલાના જૂતા અને સેન્ડલ તરીકે ખપાવીને મુંદ્રા પોર્ટથી દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ માહિતીના આધારે ડીઆરઆઇ, અમદાવાદના અધિકારીઓ મુંદ્રા પોર્ટ ખાતેના આ માલના આગમન સમયે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન આ કન્સાઈનમેન્ટ આવતા ડીઆરઆઈની ટીમે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આયાતકારે જણાવ્યું હતું કે, માલસામાનની મંજૂરી માટે બિલ ઓફ એન્ટ્રી દાખલ કરવામાં આવી છે. આમ છતાં ડીઆરઆઈ, અમદાવાદની SIIBની ટીમે આ માલની ચકાસણી કરી હતી.આ ચકાસણીમાં આ માલ ચીજવસ્તુઓમાં ગેરરીતિઓ કરીને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી ડીઆરઆઈની ઇન્ટેલિજન્સ ટીમે આ માલને કસ્ટડીમાં લીધો હતો.આ અંગે મુન્દ્રા કસ્ટમ્સની ટીમ, ડીઆરઆઇ, અમદાવાદ અને ના અધિકારીઓ દ્વારા આ માલનું ૧૦૦ ટકા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. મુન્દ્રા કસ્ટમ્સ વિભાગના પરીક્ષણ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ કન્સાઈનમેન્ટમાંના કુલ ૫૬૫ કાર્ટનમાંથી ૫૫૦ કરતા વધારે કાર્ટુનમાં વિવિધ પ્રતિષ્ઠિત વૈશ્વિક બ્રાન્ડ્‌સના  પુરુષો અને સ્ત્રીઓ માટે જૂતા હતા. જેમાં “એડિડાસ, નાઇકી, પુમા, એશિક્સ, વાન, કન્વર્ઝ ઓલ સ્ટાર અને રીબોક” ના કુલ ૧૧૫૨૦ જૂતાની જોડીઓ મળી આવી હતી. આ માલની મંજૂરી માટે નિયત કરેલા સુપરત દસ્તાવેજોમાં તેને જાહેર કરવામાં આવ્યા ન હતા. સિઆઈઆઈબી અને મુન્દ્રા કસ્ટમ દ્વારા જણાવાયું હતું કે, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરાયેલા આ બ્રાન્ડેડ જૂતાની અંદાજિત બજાર કિંમત રૂ. પાંચ કરોડ કરતા વધુની માનવામાં આવી રહી છે. ડીઆરઆઇ, અમદાવાદ દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં, મુન્દ્રા પોર્ટ ખાતે કન્ઝ્યુમર ગુડ્‌સ અને ઇલેક્ટ્રોનિક ગુડ્‌સની દાણચોરીના ઘણા કિસ્સાઓ  પકડી પાડ્‌યા છે. આ તમામ કેસોમાં આયાત કરતી કંપનીઓ મુંબઇની હતી અને તમામના આયાતકાર-નિકાસકાર કોડ (આઈઈસી) ડમી હતા.