મુન્દ્રા પોલીસે ગેરકાયદે બેઝ ઓઈલનો રૂા. ૭ લાખનો જથ્થો ઝડપી પાડ્યો

મુન્દ્રા પોલીસે એક આરોપીની અટક કરી

મુન્દ્રા : મુન્દ્રાના રાશાપીર સર્કલથી અદાણી પોર્ટ જતા રોડ પર ટેન્કરમાં ભરેલ વગર પાસ પરમીટનો ગેરકાયદે બેઝ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.મુન્દ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ એમ. ઝાલાની ફરિયાદ મુજબ ગત તા.૩/૧૦/ર૦ના રાત્રીના ૧૧ વાગ્યે ટેન્કર નં. જીજે. ૧ર. એટી. ૭૧૭ર કિંમત રૂા. ૭ લાખ વાળામાં જવલનશીલ પદાર્થ બેઝ ઓઈલ લિટર ર૦,૦૦૦ ભરી તેમાંથી ૬૦૦૦ લિટરનું વગર પાસ પરમીટ વગર વેચાણ કરી બાકી ૧૪,૦૦૦ લિટર કિંમત ૭ લાખનો બેઝ ઓઈલ જથ્થો કબ્જામાં રાખી તથા સક્ષમ અધિકૃત અધિકારી પાસેથી પરમીટ ન મેળવી ફાયર સેફટીની વ્યવસ્થા ન કરતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી.આ કેસમાં મુન્દ્રા પોલીસે મુન્દ્રાના પ્રભુ પાતારીયાની અટક કરી હતી. જ્યારે વિજયભાઈ આસારીયાભાઈ બારોટ (રહે. બોરાટ તા.મુન્દ્રા) અને ગોપાલ સવરાજભાઈ લાખાણી (રહે. ઝરપરા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. અગાઉ નોંધાયેલી જાણવા જોગ ફરિયાદ પરથી વિધિવત ફરિયાદ નોંધાઈ છે.