મુન્દ્રા પોર્ટની મુલાકાતે આવેલા કર્ણાટકના મંત્રીશ્રી જગદીશ શેટ્ટારે અદાણી ગ્રુપની “રાષ્ટ્ર નિર્માણની” વિચારધારા ને બિરદાવી

મુન્દ્રા પોર્ટ ખાતે થયેલા અત્યાધુનિક બંદરીય માળખાગત વિકાસથી મંત્રીશ્રી પ્રભાવિત

ગુજરાત વિકાસના માર્ગ પર હરણફાળ ભરી રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ ક્રમશ: પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે.હાલ ગુજરાત ઔદ્યોગિક વિકાસની બાબતમાં દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ રહ્યું છે. દેશના અન્ય રાજ્યો પણ ગુજરાત ના વિકાસ વિઝન પરથી પ્રેરણા લઈ રહ્યાં છે ત્યારે કર્ણાટકના લાર્જ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્સ્ટ્રીઝના મંત્રીશ્રી જગદીશ શેટ્ટાર હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે કચ્છ જિલ્લામાં મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ, પાવર અને અદાણી સોલાર સેલ અને પેનલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ મુન્દ્રા પોર્ટ ખાતે પોર્ટ પર ચાલતી ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું હતું.આ તકે અદાણી મુન્દ્રા પોર્ટના સી. ઈ. ઓ શ્રીમાન ડગ્લાસ, કેપ્ટનશ્રી સચિન અને શ્રી કૌતુક શાહે અદાણી પોર્ટ અને એસ.ઈ.ઝેડ.ના ભૌગોલિક વિસ્તાર, માળખાકિય સુવિધાઓ, વ્યવસ્થાઓ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ વગેરે અંગે મંત્રીશ્રીને માહિતી પૂરી પાડી હતી. અદાણી સોલાર સેલ અને પેનલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી હતી. આ પ્લાન્ટ પર ઉત્પાદીત સેલ અને પેનલ અંગે વિગતો જણાવતાં સોલાર પ્લાન્ટના સાઈટ હેડશ્રી એ તેની ખાસિયતો વર્ણવી હતી. આ તકે મંત્રીશ્રીએ પ્રભાવિત થતાં જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ ખાતે જે અત્યાધુનિક માળખાગત સુવિધાઓ છે ખરેખર વિશ્વસ્તરીય છે, તેમણે વધુમાં જણાવ્યું કે અદાણી ગ્રુપ તેની સફળતા અને મોખરાના સ્થાન માટે પર્યાવરણલક્ષી વિકાસના સિધ્ધાંત અને રાષ્ટ્ર નિર્માણની વિચારધારા અનુસરીને ગ્રોથ વીથ ગુડનેસની મુખ્ય વિચારધારા ધરાવે છે. રાષ્ટ્રનિર્માણમાં અદાણી ગ્રુપના સિંહ ફાળાની નોંધ લીધી હતી તથા અદાણી ગ્રુપની કાર્યપ્રણાલીની સરાહના કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે કર્ણાટક ઔદ્યોગિક વિકાસ કમિશનર શ્રીમતિ ગુંજન ક્રિષ્ના, કર્ણાટક ઇન્ડસ્ટ્રીઅલ એરિયા વિકાસ બોર્ડના સીઈઓ ડૉ.એન.શિવશંકર, કર્ણાટક ઉદ્યોગમિત્રના મેનેજીંગ ડીરેકટરશ્રી  રેવના ગોવડા, મંત્રીશ્રીના પી.એસ. શ્રી ધવલેશ્વર, ઓ.એસ.ડી.શ્રી જે. બંગેરા, કચ્છ કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી,જિલ્લા ઉદ્યોગ  કેન્દ્ર-કચ્છના જનરલ મેનેજરશ્રી કનક ડેર, જીઆઈડીસી-ભુજ ના પ્રાદેશિક મેનેજર શ્રી પંકજ આચાર્ય, ઇન્ડેક્ષટીબીના ડેપ્યુટી મેનેજરશ્રી ભરત ગોજીયા, ગુજરાત મેરિટાઈમ બોર્ડના મેનેજરશ્રી દર્શન જોબનપૂત્રા વગેરે ઊપસ્થિત રહ્યા હતા.