મુન્દ્રા તા.ભા. અનુ.જાતિ તેમજ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો વરાયા

મુન્દ્રા : તાલુકા ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખ તરીકે ભુજપુર જુથ ગ્રા.પં.ના સા.ન્ય.સ. ચેરમેન દેવશીભાઈ પાતારીયા તથા મહામંત્રી પદે સાડાઉ ગામના સરપંચ ગોવિંદ ધુવાની વરણી કરવામાં આવી છે. જ્યારે મુન્દ્રા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે ટુંડા વાંઢ જુથ ગ્રા.પં.ના પૂર્વ ઉપસરપંચ અને ભાજપના જુના જોગી આશા રામાભાઈ રબારીની વરણી કરાતા તેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે.