મુન્દ્રા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ નધણીયાતી સ્થીતિમાં

કર્મચારીઓ ગેરહાજર હોવા છતા લાઈટ, પંખા, કોમ્પ્યુટર ચાલુ રાખી સરકારી નાણાનો કરાતો દુરૂપયોગ : ચોરી સહિતના ગંભીર બનાવો બને તો કોણ જવાબદાર ? : ઉઠતા વેધક સવાલો

 

મુન્દ્રા : તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ધણીધોરી વગરની હોય તેમ આજે કર્મચારીઓ ન હોવા છતા કચેરીના તમામ રૂમોમાં લાઈટ, પંખા, કોમ્પ્યુટર ચાલુ રખાયા હતા. ત્યારે ધણીધોરી વિનાની આ કચેરીમાં ચોરી સહિતના કોઈ બનાવો બને તો જવાબદારી કોની તેવા વેધક સવાલો પણ ઉભા થયા છે. સમાઘોઘા સરપંચ વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે મુન્દ્રા તાલુકા બ્લોક હેલ્પ ઓફિસમાં આજે સવારે ૧૦ઃ૧પથી ૧૧ઃ૧પ સુધી કોઈ કર્મચારી કે જવાબદાર અધિકારી હાજર ન હોવા છતા તમામ ચાર રૂમોમાં લાઈટ, પંખા, કોમ્પ્યુટર ચાલુ પડ્યા હતા. જેના લીધે સરકારી નાણાનો જાણી જાઈને દુરૂપયોગ કરાતો હોય તેવું લાગ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રજાનો શનિવાર હોઈ કર્મચારીઓ હાજર ન હોવા છતા લાઈટો-પંખા ચાલુ રખાયા તે બેદરકારી ગણી શકાય. જાક બ્લોક હેલ્પ ઓફિસર ડો. ડી.એસ. સુતરીયા રજા હોવા છતા કચેરીમાં હાજર રહ્યા હતા તેમજ લોકોને ઉપયોગી થયા હતા.