મુન્દ્રા તાલુકા પંચાયતની કમાન દશરથબા ચૌહાણ સંભાળશે

મુન્દ્રા : મુન્દ્રા તાલુકા પંચાયતની ર૦ બેઠકો પૈકી ૧૪ પર ભાજપ જયારે ૬ પર કોંગ્રેસનો કબજો છે, આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખ વરણી થનારી છે ત્યારે ભાજપ દ્વારા પ્રમુખ તરીકે દશરથબા ચૌહાણના હાથમાં કમાન સોંપાઈ છે જયારે ઉપપ્રમુખ તરીકે ખેંગારભાઈ ગઢવી પર પસંદગી ઉતારાઈ છે તો કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે નિલમબા જાડેજા જયારે ઉપપ્રમુખ તરીકે લાલાભાઈ પરમારે ફોર્મ ભર્યું હતું.
ફોર્મ ભરતી વેળાએ તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરીયા ડાયાલાલ આહીર, રણજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્ર જેસર, હકુમતસિંહ જાડેજા, શિવુભા જાડેજા, મજીદ તુર્ક, મનોજબા અનિરૂધ્ધસિંહ, નિર્મળાબેન દેઢીયા, શકિતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા,રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રણવ જોશી સહિતના ઉપસ્થીત રહ્યા હતા તો કોંગ્રેસ તરફથી ચન્દુભા જાડેજા, મીઠુભાઈ મહેશ્વરી, નવિન ફફલ, ભુપતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.