મુન્દ્રા તાલુકામાં માછીમારોના ૨૧૦૦ પરિવાર અને ૧૨૪ અગરિયાઓનું સ્થળાંતર કરાયું

કચ્છમાં આગામી ૧૮મી થી ૨૦મી મે સુધી સંભવિત તાઉ’તે વાવાઝોડું ત્રાટકે તેવું હવામાન વિભાગ દ્વારા બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યું છે. આ તાઉ’તે ચક્રાવાતી વવાવાઝોડાંની આગાહીના પગલે મુન્દ્રા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તકેદારીના પગલારૂપે કાંઠાના વિસ્તારો પરના માછીમારો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જે અન્વયે મુન્દ્રા તાલુકામાં કુલ ૨૧૦૦ માછીમારોના પરિવાર અને ૧૨૪ જેટલા અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
     આ તકે મુન્દ્રા જૂના પોર્ટ પરના ૪૦૦ માછીમારો, ભદ્રેશ્વર પાસે આવેલ રંધ બંદર કિનારે   વસવાટ કરતા ૨૫૦૦ જેટલા માછીમારો, કુકડસર પાસે આવેલ બાવડી બંદર કિનારે ૬૦૦ જેટલા માછીમાર પરિવાર, વડાલાના હમીરામોરામાં ૧૨૦ માછીમાર પરિવાર, લુણી બંદર પર કિનારા પર વસવાટ કરતા ૮૦૦ માછીમાર પરિવાર, કોવાઈ પધ્ધર પાસે આવેલ મીઠાના સ્લોટના અગરિયાના ૧૨૪ જેટલા લોકોને આશ્રયસ્થાન અથવા તેમના ઘરે સ્થળાંતર કરવામાં આવ્યા છે.
bhuj Date :- 16.05.2021
Max Temp:- 42.6
Min Temp:- 27.4
RH Morning:- 070%
RH Evening:- 023%
Wind DIR AT 17:30 :- NE
Wind SPD AT 17:30IST
16 KMPH / 08 KNOTS
Rain 000.0 mm