મુન્દ્રા તાલુકાના ૧૦ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની હંગામી જગ્યા માટે જુલાઈ સુધી અરજી મંગાવાઇ

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં ૧૦ મધ્યાહન ભોજન કેન્દ્ર પર સંચાલકોની હંગામી કરારના ધોરણે નિમણુંક કરવા માટે યોગ્ય લાયકત ધરાવતા ૨૦ થી ૬૦ વર્ષ સુધી વય વચ્ચેના અને ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ ઉમેદવારોએ તા.૧૫/૭/૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી, મુન્દ્રા ખાતે નિયત અરજી ફોર્મ મેળવી અને રજુ કરી શકે છે તેવું મામલતદાર, મુન્દ્રા-કચ્છ દ્વારા જણાવાયું છે.