મુન્દ્રા ગ્રા.પં.ની સામાન્ય સભામાં  વિવિધ મુદ્દે કરાઈ ધારદાર રજૂઆતો

મુન્દ્રા : મુન્દ્રા ગ્રામ પંચાયતની સામાન્ય સભાનું તાજેતરમાં સરપંચ ધર્મેન્દ્ર જેસરની આગેવાનીમાં આયોજન કરાયું હતું. જેમાં ગ્રામ પંચાયતના સદસ્ય ભરત પાતારિયા દ્વારા વિવિધ મુદ્દે ધારદાર રજૂઆતો કરાઈ હતી. ગ્રા.પં. સદસ્ય ભરત પાતારિયા દ્વારા કરાયેલ રજૂઆતોમાં જરૂરમંદ લોકોને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવામા આવે, મુન્દ્રાના મહેશનગર શેરી નં.૨ થી ૭ના મંજુર થયેલ સી.સી.રોડ અને ગટરના કામો વહેલી તકે હાથ ધરી પૂર્ણ કરવામાં આવે, ગ્રામ પંચાયતની હદમાં આવેલ મોબાઈલ ટાવરનું કર વસૂલવા આવે અને મુન્દ્રામાં સાડા ચૌદ કરોડના ખર્ચે બનેલ નવી ગટર લાઇનનં કામ પુરુ કરીને ગ્રામ પંચાયતને જલ્દી સુપ્રત થાય અને મુન્દ્રા પંચાયતની હદમાં આવતી કંપનીઓ જે કર નથી ભરતી તેમને નોટીસ આપીને કર વસૂલ કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી તેમજ મુન્દ્રા પંચાયતના સભ્ય હરી વિરમ ગોહિલ દ્વારા પંચાયતની મિલકત દીઠ લઘુતમ પાંચ હજાર ભાડું વસુલવામાં આવે અને જવાહર ચોક મધ્યે નવી દુકાનો બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. મુન્દ્રા શહેર વિસ્તાર મોટો હોવાથી ગ્રામ પંચાયતમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવે તેવી બહુમતી સાથે રજુઆત કરવામાં આવી હતી. મુન્દ્રા ગ્રામ પંચાયતના સદસ્ય ભરતભાઈ
પાતારીયા ધારદાર રજૂઆતો કરી હતી. જેમાં બહુમતીથી ૧૪ જેટલા ઠરાવો કરાવ્યા હતા. આ સામાન્ય સભામાં અનવર ખત્રી, અલનશીર ખોજા,  ભુપેન્દ્રસિંહ પરમાર, ભાવનાબેન બરોટ, રફીક થેબા, રમેશ ધુવા વગેરે ગ્રામ પંચાયતના સદસ્યો  ઉપસ્થિત રહયા હતા.