મુન્દ્રામાં ૮૦ હજારના કપાસ ચોરીમાં બે શખ્સોની ધરપકડ

મુન્દ્રા : મુન્દ્રા પોલીસ મથકે નોંધાયેલ ૮૦ હજારના કપાસ ચોરીમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૪૦ મણ કપાસ કિં.રૂા.૮૦ હજારની ચોરીમાં પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ તપાસનું પગેરૂ બનાસકાંઠા તરફ દબાવવામાં આવ્યું હતું. ચોરીમાં સંડોવાયેલ ગોવિંદ ઉર્ફે ગોવા વિરચંદ ઠાકોર (રહે. વડાણા તા.ભાભર) તથા મુકેશ હેદુજી ઠાકોર (રહે. મુળ ઈશ્વરીયા તા.વાવ હાલે મહેસાણા)ને પકડી પાડ્યા હતા. બન્ને આરોપીઓએ કપાસ ચોરીના ઉપયોગમાં લીધેલ મેકસ પીકઅપ જીપ કિં.રૂા.૪ લાખની કબજે કરી લેવામાં આવેલ પકડાયેલા આરોપીઓએ કપાસનો જથ્થો કોને અને કયા ઠેકાણે વેચેલ તે કબજે કરવા માટે પકડાયેલા આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું. કપાસ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી કાનજીભાઈ આહીર, નારણભાઈ રાઠોડ, રાજેશભાઈ કુંભાર વાડીયા, વાલાભાઈ ગોપાલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ, ખોડુભા ચુડાસમા, રઝાકભાઈ સોતા વિગેરે જોડાયા હતા.