મુન્દ્રામાં વસતાં સમુદાયોને ગુણવતાયુકત હેલ્થકેર સેવા કરાઈ પ્રદાન

મોબાઈલ હેલ્થ યુનિટ(એમએચયુ) મારફતે ગ્રામીણ વસ્તી માટે પ્રાથમિક હેલ્થકેર સુવિધા સુનિશ્ચિત કરી

મુન્દ્રાઃ ટાટા પાવરે પોતાની સંપુર્ણ માલિકીની પેટા કંપની કોસ્ટલ ગુજરાત પાવર લિમીટેડ(સીજીપીએલ) તેની કામગીરીના ક્ષેત્રોમાં અને તેની આસપાસ વસતાં સમુદાયોના જીવનની ગુણવતા સુધારવા અને સામાજીક સુખાકારી વધારવા સતત કાર્યરત છે. સીજીપીએલએ આ કટિબદ્ધતાને અનુસરીને મુન્દ્રા અને માંડવી તાલુકાઓનાં ગામડાઓમાં તબીબી સુવિધાઓ અને અન્ય સ્વાસ્થયલક્ષી માળખાગત સુવિધાઓની નબળી સ્થીતિને સુધારવા પ્રોજેકટ આરોગ્ય નામની પહેલ શરૂ કરી છે.
દાયકા અગાઉ આ વિસ્તારોમાં લોકોને તેમના જીવનની ગુણવતા સાથે સમાધાન કરીને તબીબી સુવિધાઓનો લાભ લેવા લાંબા અંતર સુધી મુસાફરી કરવી પડતી હતી. સીજીપીએલનો પ્રોજેકટ આરોગ્ય શરૂ કરવા પાછળનો ઉદેશ પ્લાન્ટની આસપાસ વસતાં ગ્રામીણ સમુદાયોને પડતી હેલ્થકેરની આ સમસ્યાનું સમાધાન કરવાનો હતો. સીજીપીએલએ વર્ષ ર૦૧૬-૧૭માં માછીમાર સમુદાયને આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાના ભાગરૂપે મોબાઈલ હેલ્થ યુનિટ(એમએચયુ) મારફતે પ્રાથમિક હેલ્થકેર સુવિધા ઉભી કરી હતી.