મુન્દ્રામાં યુવાનને મારી નાખવાની ધમકી

મુન્દ્રા : પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જયેશ કરશન કાતરીયા (આહીર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગઈકાલે બપોરના તેઓ મુન્દ્રા ખાતેની પોતાની ઓફિસે હતા ત્યારે શક્તિસિંહ રાઠોડ તથા તેની સાથેના બીજન ૪ શખ્સો ઓફિસે આવેલ અને પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી ગાળો આપી ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુન્દ્રા પોલીસે આરોપીઓ સામે રાયોટીંગની કલમો તળે ગુન્હો નોંધી પીઆઈ એમ.જે. જલુએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ રાજેશભાઈ જોષીએ જણાવ્યું હતું.