મુન્દ્રામાં યુવતીની લાજ લૂંટવાનો પ્રયાસ

યુવતીની માતાને ધર્મની બહેન બનાવી બહેનની ગેરહાજરીમાં મોટી ખેડોઈના શખ્સે યુવતી સાથે શરીર સંબંધ બાંધવાની કરી માંગ : ના પાડતા જાનથી મારી નાખવાની આપી ધમકી

 

મુન્દ્રા : શહેરના મફતનગર વિસ્તારમાં રહેતી યુવતીની લાજ લૂંટવાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપનાર મોટી ખેડોઈના શખ્સ સામે ગુનો નોંધાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામે રહેતા ભવાન માવજી જોગીએ મુન્દ્રાના મફતનગર વિસ્તારમાં રહેતી મહિલાને ધર્મની બહેન બનાવી હતી અને તે નાતે અવાર-નવાર મહિલાના ઘરે આવતો-જતો હતો. ગત તા.૧-૭-૧૮ના બપોરના બે વાગ્યે મહિલા ઘરે હાજર ન હતી ત્યારે મહિલાની ર૦ વર્ષિય દીકરી પાસે નરાધમે અજુગતી માંગણી કરીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડી દીધી હતી અને ઘરેથી બહાર નીકળી જતા આરોપીએ પીછો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મુન્દ્રા પોલીસે આરોપી સામે છેડતીનો ગુનો નોંધી પીએસઆઈ કે.એચ. બારિયાએ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.