મુન્દ્રામાં પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર ભાગેડુ ઝડપાયો

મુન્દ્રા : શહેરમાં રહેતી મહિલાને તેના પતિએ જબરજસ્તથી દવા પીવડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં નાસતા ભાગતો આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.રર/૭/૧૭ના તબસ્સુમ જુસબશા સૈયદ (ઉ.વ.૩૧)ને તેના પતિ જુસબશા આમદશા સૈયદએ લગ્ન જીવન દરમ્યાન અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા ગુનો નોંધાયેલ જે કેસમાં સમાઘાન પટે પ૦ હજારની માંગણી કરતા તબસ્સુમના પિયરીયાએ ના પાડેલ જેનું મનદુઃખ રાખી બળજબરીથી દવા પીવડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરતા આરોપી સામે આઈપીસી કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધાયેલ જે ગુનામાં નાસતા ભાગતા આરોપીને પકડી પાડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.આર. ડાંગર પીએસઆઈ ટી.એચ. પરમાર તથા સ્ટાફ જાડાયો હતો.