મુન્દ્રામાં ડબલ ચૂંટણીકાર્ડ ધરાવવાના કિસ્સામાં મામલતદારમાં કેસ દાખલ

મુન્દ્રા : સમાઘોઘા ગામે આવેલ જિંદાલ કંપનીના ડબલ ચૂંટણીકાર્ડ ધરાવનાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મુન્દ્રા ચૂંટણી અધિકારી સમક્ષ પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજાએ એક જ વ્યકિતના ડબલ ચૂંટણીકાર્ડ ૬ મહિનામાં બે વાર મતદાન કરનાર અને વોર્ડ ૧૦માં દરખાસ્તમાં સહી કરનાર પૂર્વ ઉ.પ્ર.ના શનિપુરના રહેવાસી વૈદ્ય વિષ્ણુકાંત રમાકાંતનું કૃત્ય કાયદેસરનો ગુન્હો ગણાય છે. એવા સંજોગોમાં જેટલા પણ પરપ્રાંતિય લોકો છે અને જેમના ડબલ ચૂંટણીકાર્ડો છે તેવો તમામ તપાસ કરવામાં આવે એવું પૂર્વ સરપંચ દ્વારા લેખિતમાં મુખ્ય ચૂંટણી અધિકારીને આપવામાં આવેલ છે. આવનાર દિવસોમાં કંઈક નવી જુની થવાના એંધાણ સમાઘોઘા જુથ ગ્રા.પં.માં થઈ શકે છે એવું સુત્રો દ્વારા જાણવા
મળેલ છે.