મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જા આપવાના નામે ભાજપ ફેલાવે છે જુઠાણા : શક્તિસિંહ ગોહિલ

માંડવી બેઠકના કોંગ્રેસના ઉમેદવારે સાડાઉ-મુન્દ્રામાં સંબોધી જાહેર સભા : બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રયત્નો કરવાની ઉચ્ચારી ખાતરી

મુન્દ્રા : માંડવી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રચાર-પ્રસાર ઝુંબેશને વેગવંતી બનાવાઈ છે. જનસંપર્ક દરમ્યાન ઠેર-ઠેર તેઓને ઉષ્માભેર આવકાર મળી રહ્યો છે ત્યારે સાડાઉ તેમજ મુન્દ્રા મધ્યે યોજાયેલ જાહેર સભામાં લોક વિરોધી નીતિ મુદ્દે તેમણે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી.
મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે જાહેર ચોકમાં સભા સંબોધ્યા બાદશક્તિસિંહ ગોહિલે મુન્દ્રાના ખારવા ચોકમાં સભા યોજી હતી જેમાં જણાવ્યું હતું કે, મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જા આપવાના નામે ભાજપ વર્ષોથી જુઠાણા ફેલાવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં ઓદ્યોગો ધમધમી રહ્યા હોવા છતા સ્થાનિક બેરોજગારોને રોજગારી મળી રહી નહી ત્યારે બેરોજગારોને ઔદ્યોગિક એકમોમાં રોજગારી મળી, ન માત્ર શહેરી વિસ્તાર પરંતું ગામડે ગામડે માળખાકિય સુવિધાઓ વિકસે તે સહિતના મુદ્દાઓને કોંગ્રેસ દ્વારા પ્રાધાન્ય અપાશે તેવું તેમણે જણાવ્યું હતું. આ વેળાએ કિશોરસિંહ પરમાર, સલીમ જત, તુલસી સુજાન,જુમાભાઈ રાયમા, લખુરામ ગોરડિયા, વી.કે. ગઢવી, કમલેશ ગઢવી, મુકેશ ગોર, સુરેશ ફફલ, ભવાન ધેડા, નવીન મહેશ્વરી, મીઠુ મહેશ્વરી, નારાણ સોંધરા, કિશોરસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, ચંદુભા ઝાલા, કિશોરસિંહ પરમાર, કાંતાબેન સોધમ સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.