મુન્દ્રાની મારામારીમાં પકડાયેલા આઠ આરોપીઓ જેલ હવાલે

મુન્દ્રા : પરિણીતા સાથેના આડા સંબંધમાં થયેલ લોહિયાળ ધિંગાણામાં પોલીસે આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પરિણીતા સાથેના આડા સંબંધ મુદ્દે થયેલ મારામારીમાં બન્ને પક્ષે ર૩ જણ સામે ગુન્હો નોંધાયો હતો જે પૈકી આરોપીઓ દાઉદ આદમ કુભાર, રમજુ આદમ કુંભાર, ઈસાક ઉર્ફે ડાડાળો સાલેમામદ કુંભાર, ઓસ્માણ ગની જુણસ કુંભાર, કાસમ ઈબ્રાહીમ કુંભાર, ઈઝાહીલ હુશેન કુંભાર, સદામ ઉર્ફે ઓસ્માણ સુમાર કુંભાર, બકુલ શાંતિલાલ દરજી (રહે. તમામ મુન્દ્રા)ને પીએસઆઈ ટી.એચ. પરમારે ઝડપી પાડી તમામને મુન્દ્રા કોર્ટમાં પેશ કરતા કોર્ટે પાલારા જેલમાં મોકલી આપ્યા હતા.