મુન્દ્રાના લાખાપરમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો

મુન્દ્રા : તાલુકાના લાખાપરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના લાખાપરમાં રહેતા મૂળ કોટડા ચકારના સુરેશ બાબુ કોલી નામના રપ વર્ષિય યુવાને આત્મઘાતિ પગલું ભર્યું હતું. હતભાગીએ પોતાના ઘેર રાત્રે બારેક વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઈને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. યુવાને ક્યા કારણોસર આ પગલું ભર્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલ બાબુ સુમાર કોલીએ પોલીસને જાણ કરતા મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા આગળની તપાસ પીએસઆઈ શ્રી ભટ્ટે Sહાથ ધરી છે.