મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરોના હાઈવે પર ધામા

રાસાપીર સર્કલ પર ગાડીઓ અટકાવાઈ

મુન્દ્રા : વિવિધ પડતર માંગણીઓના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની હડતાળ ચાલી રહી છે ત્યારે આજે મુન્દ્રાના ટ્રાન્સપોર્ટરોએ હાઈવે પર ધામા નાખી રાસાપીર સર્કલ પર બહારથી આવતી ગાડીઓ અટકાવી હતી.
આ અંગેની વિગતો મુજબ ર૦મી જુલાઈથી દેશભરમાં ટ્રકોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. કચ્છમાં પણ હડતાળને સમર્થન જાહેર કરાયું છે ત્યારે આજે મુન્દ્રાના લોકલ ટ્રક એસોસીએશન દ્વારા સર્કલ પાસે બહારથી આવતી ગાડીઓને અટકાવી શાંતિપૂર્ણ રીતે હડતાળની અમલવારી કરાવાઈ હતી. આ વેળાએ થાવર રબારી, રામજી આહિર, મમુભાઈ આહિર, મોહનભાઈ ગઢવી, કુલદીપસિંહ જાડેજા, સુલતાનસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા.