મુજે સોગંધ હૈ ઇસ મિટ્ટી કિ મેં દેશ મિટને નહિ દુંગા..!! ફરી ધુમ મચાવે છે મોદી સાહેબનો વીડીયો..પરંતુ…!

આજે કમમરતોડ મોંઘવારી માટે જનતા કહે છે કે હવે તો રાહત આપો !!

ગાંધીનગર : દેશ માં કોંગ્રેસ ના શાશન દરમ્યાન ભાજપ દ્વારા ભારત ની જનતા ને ખુબજ મોટા આશ્વાસન અપાયા હતા અને તે વખતે ક્રૂડ નો ભાવ ઊંચો હોવાછતાં પેટ્રોલ ડીઝલ સસ્તું હતું તો પણ ભાજપ તેને વધુ ગણાવી જો ભાજપ ની સરકાર આવશે તો પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધુ નીચા લઈ જવાનો લોલીપોપ આપ્યા બાદ આજે સ્થિતિ બધા સામે છે આજે ક્રૂડ ના ભાવ તળિયે હોવાછતાં પેટ્રોલ-ડીઝલ ના ભાવો આસમાને પહોંચ્યા છે,લોકો ના વિરોધ છતાં સરકાર ચૂપ છે.જનતા સવાલો કરી રહી છે કે આખરે કેમ આવું કર્યું શા માટે વચન નિભાવી ન શક્યા ? તેના કારણો શુ છે ? કોરોના માં પાયમાલ જનતા ને મોંઘવારી આપવી જ હોય તો પહેલા પેટ્રોલ-ડીઝલ ના ભાવો થી શરૂઆત કરવી પડશે, બેરોજગારી, મોંઘવારી થી પીડિત જનતા પરેશાન છે. સીએમઆઇઇએ અગાઉ બહાર પાડેલા આંકડા ઉપર નજર કરવામાં આવેતો એપ્રિલ ૨૦૧૯ સુધીમાં ભારતમાં બેરોજગારી દર વધીને ૭.૬ ટકા સુધી પહોંચી ગયો છે જે ઓક્ટોબર ૨૦૧૬ બાદ સૌથી ઉંચો અને ૪૫ વર્ષમાં સૌથી વધુ છે. બીજી તરફ અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય પીઇડબ્લ્યૂ (પ્યૂ) રિસર્ચ સેન્ટર દ્વારા ભારતમાં બેરોજગારી પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના પરથી ખ્યાલ આવે છે કે, ભારતમાં બેરોજગારી અને વધી રહેલી મોંઘવારી આ બન્ને યુવાનો માટે સૌથી મોટા ગંભીર મુદ્દાઓ છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં હાલ ૭૫ ટકા યુવાનો નું માનવું છે કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે, આ ઉપરાંત વસ્તુઓના વધી રહેલા ભાવ પણ સૌથી ચિંતાનો વિષય છે. આ સર્વેમાં ૭૩ ટકા લોકોએ આ બન્ને મુદ્દાને દેશના સૌથી મોટા મુદ્દા ગણાવ્યા હતા. અમેરિકાના પીઇડબ્લ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં હાલ નાગરીકો માટે બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટા મુદ્દા છે, જે બાદ ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ગુનાની ઘટનાઓ અંગે લોકો વધુ ચિંતિત છે. તેવી જ રીતે ભ્રષ્ટાચારી બિઝનેસમેન અને દેશમાં વધી રહેલુ પ્રદુષણ પણ ટોપ ૧૦ સમસ્યાઓમાં સામેલ છે. ડિસેમ્બરમાં લીક થયેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. જ્યારે હાલમાં સીએમઆઇઈ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૮માં દેશમાં ૧.૧ કરોડ લોકોએ નોકરી ગૂમાવી દીધી હતી. એટલે કે નોકરી પ્રાપ્ત થવાની તો દુર હાલ પરિસ્થિતિ એવી છે કે, લોકો પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. આ બધા સાથે મોદી સરકારની કામગીરી થી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મોદી સરકારના કાર્યકાળમાં પણ રોજગારીમાં કોઇ ખાસ સુધારા નથી થયા તેમ આ સરવેમાં જણાવવામાં આવ્યું છે. હાલ જે નવા આંકડા જારી થયા છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મુશ્કેલી વધારી શકે છે ,છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારના કાર્યકાળ દરમિયાન બેરોજગારીને લઇને કોઇ નક્કર પગલા લેવાયા કે કેમ તે અંગે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું તો ૬૭ ટકા લોકોએ કહ્યું હતું કે કોઇ જ સુધારો રોજગારીમાં નથી થયો, અને સ્થિતિ પહેલા કરતા વધુ કથળેલી છે. જ્યારે ૬૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે, મોંઘવારી સૌથી ઉંચા સ્તરે છે એમાંય વળી કોરોના આવતા કેટલાય પરિવારો એ હોસ્પિટલમાં બચત ખર્ચી નાખી છે એમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે, પેટ્રોલ-ડીઝલ ના વધતા ભાવો ને લઈ મોંઘવારી ફાટી નીકળી છે ત્યારે સવાલ એ થાય કે મોદી સાહેબ પ્રજા ને રાહત આપે તોજ વિશ્વાસ સંપાદન કરી શકશે અન્યથા પ્રજા ખુબજ નારાજ છે.