મુખ્ય સુત્રધાર ચિરાગ-મહારાજને પકડો-પાસામાં પુરોઃ તો જ કંડલા કોમ્પલેક્ષમાં બેઝઓઈલનો વેપલો અટકે

  • પોલીસતંત્ર-વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ધ્યાને ન લે..!

કચ્છભરમાં ગેરકાયદે ડિઝલના વેપલાનું આખેઆખુ નેટવર્ક ચિરાગ-ગાંધીધામનો મહારાજ નામનો શખ્સ જ ચલાવે છે, જિલ્લાભરમાં કયાંય પણ બેઝઓઈલના નામે મિક્ષિંગ ઝડપાય છે તો ચિરાગ-મહારાજ નામના શખ્સના જ સામે આવે છે નામો : છતા કેમ કાર્યવાહી નહી? : પોલીસ બેઝઓઈલના વેપલાને ડામવા ઈચ્છતી જ હોય તો જયાં હજારો-લાખો ઘેલનનો માલ ટાંકાઓમાં સંગ્રહાયલો પડયો છે ત્યાં જ કેમ નથી ત્રાટકતી? પોલીસની ભૂમિકા સામે પણ જાણકારોમાંથી ઉઠતા અણીયાણા સવાલો..!

વિચાર તો કરો..!ગુજરાતના સીએમ દ્વારા ખુદ બેઝઓઈલના ધંધાઓ પર તવાઈ બોલાવવા તુટી પડવાના આદેશો અપાયા છતા પણ ગાંધીધામ – કંડલા કોમ્પલેક્ષમાં ચિરાગ અને મહારાજ નામનો શખ્સ બેરોકટોક – ખુલ્લેઆમ ધમધમાવી રહ્યા છે આ બેઝઓઈલના હાટડાઓ-ધંધા..!

ગાંધીધામ : કચ્છમાં બાયોડિજલ-બેઝઓઈલ અને મિક્ષીગના મોટા પાયે ઠેર ઠેર હાટડાઓ ધમધમી રહ્યા છે. ગુજરાત સરકાર અને ખુદ મુખ્યપ્રધાનશ્રીએ પણ રાજયવ્યાપી આવા હાટડાઓ બંધ કરવા, તવાઈ બોલાવવાના આદેશ આપી દીધા છે જે બાદ કચ્છમાં અલગ અલગ દરોડા પડી રહ્યા છે પરંતુ મુખ્ય સુત્રધાર એવા ચિરાગ અને મહારાજ નામનો શખ્સ આજે પણ આબાદ બચી જવા પામી ગયો હોય તેવી રીતે બેખોફ અને આબાદ જ ફરી રહ્યા હોવાનુ મનાય છે. જયા સુધી ચિરાગ અને મહારાજ નામના શખ્સને પાસા હેઠળ નહી ધકેલાય ત્યા સુધી કંડલા કોમ્પલેક્ષમાં આવા ધંધાઓને બ્રેક નહી લાગે તેવુ જાણકારો માની રહ્યા છે.આ બાબતે જાણકારો દ્વારા કહેવાય છે કે, ગાંધીધામમાં બેઝઓઈલના નામે જેટલા પણ મિક્ષીંગ ઓઈલના હાટડાઓ ધમધમી રહ્યા છે તેનો મુખ્ય સૃુત્રધાર ચિરાગ જ છે. ચિરાગના ઈશારો જ આ આખુય નેટવર્ક કચ્છમાં ફેલાયલુ હોવાની ચકાર ઉઠવા પામી રહી છે. ગાંધીધામથી લઈ અને મુંદરા સુધી આ ચિરાગના બેઝઓઈલના ધંધાઓ ચકચારી રહી ચૂકયા છે. ગાંધીધામ પટ્ટામાં પેટ્રોલપંપના નામે આવા બેઝઓઈલના જથ્થાઓ મંગાવાય છે અને તે પછી બંધ સંકુલોમાં ઠેર ઠેર સંગ્રહી અને ગેરકાયદેસર વેપલા ચિરાગ દ્વારા જ કરવામાં આવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. બેઝઓઈલને કંડલા કોમ્પલેક્ષમાં ડામવો હોય તો ચિરાગ નામની બલાને કન્ટ્રોલ કરવો ખુબજ જરૂરી છે. ચિરાગને પાસા હેઠળ જ ધકેલી દેવામા આવે તો અને તો જ કંડલા કોમ્પલેક્ષમાં બેઝઓઈલનો ગેરકાયદેસર વેપલાનુ નેટવર્ક બંધ થાય.કચ્છમાં હાલમા પણ સરકારની લાલઆંખ કરવામા આવી છે તેને જોતા પણ જયા જયો એજન્સીઓ બેઝઓઈલના દરોડા પાડી અને મોટા જથ્થાઓ પકડી રહી છે તે પૈકીના મોટાભાગમાં પણ આ ચિરાગનો જ માલ હોવાનુ સપાટી પર આવતુ હોવાનુ કહેવાય છે. ચિરાગ અથવા તો ગાંધીધામના મહારાજ નામના શખ્સનો જ માલ હોવાની વાત સીધી બહાર આવી રહી છે. પોલીસ અને અન્ય એજન્સી છુટટાછવાયા દરોડા પાડીને કામ કરી રહી છે તે આવકારદાયક છે પરંતુ હકીકતમાં જો કંડલા કેામ્પલેક્ષમાં પોલીસને બેઝઓઈલ-મીક્ષીંગનો ધંધો બંધ કરવો હોય તો સૌ પ્રથમ ચિરાગ અને મહારાજ નામના શખ્સને જ કાયદાનુ ભાન કરાવવુ પડશે. જયા સુધી આ બન્નેની સામે પાસા-હદપારની કલમો નહી લાગે ત્યાં સુધી આખાય સંકુલમાં વ્યાપક નેટવર્ક ધરાવતા આ શખ્સો છુટથી આ રીતે બેઝઓઈલ-મિક્ષીંગનો કાળો કારોબાર ચલાવતા જ રહેશે તેવી ભીતી સેવાઈ રહી છે.આ ઉપરાંત પોલીસતંત્રને પણ જો હકીકતમાં જ બેઝઓઈલના વેપલાને ડામવુ જ હોય તો છુટાછવાયા દરોડા પાડીને કેસો કરવાના બદલે, હકીકતમાં જયા આ જથ્થો સંગ્રહવામા આવ્યો છે, જે ટાંકાઓમાં વિપુલ માત્રામાં આ જથ્થો પડયો છે તેના પર જ પોલીસે સીધી વોચ ગોઠવી દેવી જોઈએ. પોલીસ કેમ આવા ટાંકાઓ પણ સ્ટાફને તૈનાત નથી કરતી ? ગાંધીધામ સંકુલમાં આવેલા આવા ઓઈલના ટાંકાઓમાથી સીધેસીધા જ ટેન્કરો ભરવામાં આવી રહ્યા હોવાની વાત અનેકવખત સપાટી પર આવી ગઈ છે, પરંતુ આવા ટાંકાઓ પર પોલીસ પહોંચતી નથી અથવા તો પછી પોલીસ હાજરી પુરાવી અને મોઢુ દેખાડીને પરત આવી જતી હોય તેમ સવાલો ઉઠી રહ્યા છે. કંડલા કોમ્પલેક્ષમાં બેઝઓઈલના ધંધાને બંધ કરવો હોય, ગુજરાત સરકાર અને સીએમના આદેશન સજજડ અમલવારી કરવી હોય તો સૌ પ્રથમ પોલીસે જયાં આ જથ્થો સંગ્રહાયલો છે તેવા ટાંકાઓ પર પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવાની જરૂરી છે અને તે બાદ ચિરાગ અને મહારાજ નામના શખ્સની સામે કાયદાનો કોયડો ન માત્ર વિંજવો બલ્કે આ શખ્સોને પાસા-હદપાર તળે જ ધકેલવા ઘટે તો અને તો જ અહી ચાલતા આ ધંધાઓ પર ઓટ આવી શકે તેમ છે.

જુઓ તો ખરા..! વેરાવળ બાયોડિઝલ કાંડમાં ગાંધીધામ કડીનો થયો ખુલાસો


વેરાવળ હાઇવેની હોટલમાં બાયોડીઝલનું વેચાણ ઝડપાયુ : હોટલ માલીક સહિત ૭ સામે ગુનો દાખલ : ૧૬ હજાર લીટર પેટ્રોલીયમ પદાર્થ અને રોકડ મળી રૂા. ૯.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત : કચ્છના ગાંધીધામ ખાતેથી અરીહંત એગ્રોઇન્ડસ્ટ્રીઝનું નવદુર્ગા રોડલાઇન્સ દ્વારા ટેન્કર મારફતે આવેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

ગાંધીધામ :કચ્છમાં બેઝઓઈલ-બાયોડિઝલના નામે મિક્ષીંગના વેપલાનુ નેટવર્ક કેટલુ વ્યાપક બની જવા પામી ગયુ છે તેનો વરવો ચિત્તાર આપતો એક કિસ્સો સામે આવવા પામી ગયો છે. તાજેતરમા જ વેરાવળના જૂનાગઢ હાઇવે રોડ ઉપર આવેલ હોટલમાં ચાલતા બાયોડીઝલના વેપાર પર પોલીસે દરોડો પાડી ૧૬ હજાર લીટર તથા રોકડ રકમ મળી કુલ રૂા.૯,૮૪ લાખનો મુદામાલ જપ્ત કરી હોટલ માલીક સહીત સાત શખ્સો સામે ગુન્હો નોંધી સ્થળ પરથી એક ની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ પેટ્રોલીયમ પદાર્થ ગાંધીધામની અરીહંત એગ્રેા ઈન્ડીસ્ટ્રીઝે ગાંધીધામની નવદુર્ગા રોડલાઈનના ટેન્કર મારફતે પહોચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વેરાવળ પંથકમાં બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણનો પોલીસે પદાર્ફાશ કરેલ જેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ નજીક ડારી ટોલ નાકા પાસે આવેલ હોટલ ગીર કેસરીમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ પર એ.એસ.પી. ઓમ પ્રકાશ જાટ તથા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. વી.આર.રાઠોડ, એલ.ડી.મેતા, ભાવસિંહ ચૌહાણ સહીતની ટીમે દરોડો પાડેલ જેમાં હોટલની બીલ્ડીંગના પાછળના ભાગે શટરવાળા રૂમમાં ઇલેકટ્રીક ફયુલ પંપ રાખી ફયુલ સ્ટેશન ઉભું કરી બાયો ડીઝલનું વેચાણ થઇ રહેલ હોવાનું બહાર આવતા રૂમની બહાર નાળીયેરીના ઝાડ નીચે ખુલ્લામાં પાંચ હજાર લીટરની ક્ષમતાવાળા પાંચ ટાંકા મળી આવેલ જેમાં ત્રણ ટાંકા પુરી ક્ષમતા વાળા ભરેલજયારે એક ટાંકામાં એકાદ હજાર જેટલું પ્રવાહી ભરેલ અને એક ટાંકો ખાલી રહેલ હતો.આ કાર્યવાહીમાં ૧૬ હજાર લીટર બાયોડીઝલ ભરેલ તથા ઇલેકટ્રીક ફયુલ પંપ સહીત રોકડા મળી કુલ રૂા.૯ લાખ ૮૪ હજારનો મુદામાલ સાથે સ્થળ પરથી હોટલમાં કામ કરતો જયદીપ હરીભાઇ પંડયા રહે.કેશોદ વાળાની પોલીસે પુછપરછ હાથ ધરેલ જેમાં ભગાભાઇ મેણસીભાઇ સોલંકી, માલદેભાઇ રાજશીભાઇ સોલંકી, હરેશભાઇ માલદેભાઇ સોલંકી, ભાર્ગવભાઇ હમીરભાઇ સોલંકી, હમીરભાઇ કરશનભાઇ સોલંકી રહે.ચાંડુવાવ તથા ભીખાભાઇ કેશુભાઇ બારડ રહે.આદ્રી વાળા ભાગીદારીમાં ફાયર અને સેફટીના સાધનો રાખ્યા વગર માનવ જીંદગીને જોખમમાં મુકી કોઇ પણ જાતના લાયસન્સ વગર જવલંતશીલ પેટ્રોલીયમ સંગ્રહ કરીને વેચાણ કરતા હોવાનું બહાર આવેલ અને આ જથ્થો કચ્છના ગાંધીધામ ખાતેથી અરીહંત એગ્રોઇન્ડસ્ટ્રીઝ દ્વારા નવદુર્ગા રોડલાઇન્સ દ્વારાટેન્કર મારફતે આવેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવેલ છે.આ દરોડામાં પોલીસે સ્થળ પરથી ૧૬ હજાર લીટર બાયોડીઝલ કીં.રૂા.૯ લાખ ૬૦ હજાર તથા ઇલેકટ્રીક ફયુલ પંપ કીં.રૂા.૧૫ હજાર અને બાયોડીઝલના વેચાણના રોકડા રૂા.૯ હજાર, કાચી બીલબુક સહીત કુલ રૂા.૯ લાખ ૮૪ હજારનો મુદામાલ કબ્જે લઇ જયદીપ પંડયાની અટક કરી હોટલ માલીક સહીત સાત સામે આઇ.પી.સી. કલમ ૨૭૮, ૨૮૫, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૩, ૭ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.