મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઇનું કોરોનાથી નિધન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બંદોપાધ્યાયનું અવસાન થયુ છે. કોરોનાવાયરસના કારણે નાના ભાઈ અસીમ બંદોપાધ્યાયનું નિધન થયુ છે. શનિવારે સવારે અસીમ બંદોપાધ્યાયએ અંતિમ શ્વાસ લીધા હતા.મમતા બેનર્જીના નાના ભાઈનું નિધન થતાં તેમના ઘરે શોકનું વાતાવરણ ફેલાયુ છે. હોસ્પિટલમાંથી કોવિડ ગાઇડલાઇન્સ હેઠળ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૨૬,૦૯૮ કેસ છે.