મુખ્યમંત્રી બાળસેવા યોજનાના લાભાર્થી બાળકો સાથે પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહે સ્નેહ ભોજન લીધું

આજ રોજ જીલ્લામાં સંવેદના દિન-સેવા સેતુ કાર્યક્રમ બાદ પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, હિતેશભાઇ ચૌધરી, ભુજ ધારાસભ્ય શ્રીમતી ડો.નીમાબેન આચાર્ય તેમજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ભુજ મદદનીશ કલેકટરશ્રી અતિરાગ ચપલોત, બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી દિપાબેન લાલકા, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠકકર તથા ઉપ પ્રમુખશ્રી શ્રીમતી રેશ્માબેન ઝવેરી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી.રોહડિયા, જીલ્લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી વિપુલ ડોરિયા, મામલતદારશ્રી, શહેર-ભુજ સી.એન.પ્રજાપતિ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મનોજભાઇ સોલંકીએ કોરોના મહામારીથી અનાથ બનેલા બાળકો માટે સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતાની મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કચ્છ જિલ્લામાં કુલ-૫૪ બાળકોના માતાપિતા અને એકવાલી મૃત્ય પામેલા બાળકો સાથે બપોરનુ ભોજન લીઘુ હતું અને મહાનુભાવો દ્રારા બાળકો સાથે સંવાદ કરવામાં આવેલ જેમાં બાળકોએ હર્ષભેર ભાગ લીઘેલ હતો.

સમાજ સુરક્ષા કચેરીના અઘિકારી/કર્મચારી તથા જીલ્લા બાળ સુરક્ષા અઘિકારીની કચેરીના આઇ.ઇ.ડી.એસ.એસ.ના શિક્ષકો, સેતુ અભિયાનના પ્રતિનિઘિઓ, CRY યુનિસેફના કર્મચારી દ્રારા આ પ્રસંગે વિવિઘ યોજનાઓની માહીતી આદાન પ્રદાનમાં કરાઇ તેમ જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી એ.પી.રોહડીયાએ જણાવેલ.

જીલ્લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી વિપુલ ડોરિયા દ્રારા જણાવવામાં આવેલ કે આજના દિવસે કચ્છ જીલ્લામાં યોજાયેલ વિવિઘ શહેરી તથા તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળની કુલ-૬૬ અરજીઓ આવેલ હતી. પ્રારંભિક તબકકે અગાઉ આવેલી કુલ-૧૧૯ અરજીઓનુ ઓનલાઇન ચુકવણું આજ રોજ કરવામાં આવેલ હતું. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ બેંક ખાતામાં સીધી સહાય ચૂકવવામાં આવી છે. તે પૈકી હાજર રહેલ બાળકોને સમાજ સુરક્ષા કચેરી ભુજ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ-ભુજ દ્રારા સહાય મંજુરીના આદેશો, સ્કુલ બેગ, વોટર બેગ અને એસ.ઓ.એસ.ચિલ્ડ્રન વિલેઝ સંસ્થા દ્રારા બાળકોને પરિવાર દિઠ ઇનડોર રમતના સાઘનો અને વિવિઘ પ્રકારની સ્ટેશનરી રાજયકક્ષાના મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે આપવામાં આવેલ.