મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ-ભુજમાં ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની પૃચ્છા કરી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રીચર્સ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી : ૧.૨૫ લાખ દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસ ની સારવાર મળી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભુજ ખાતે ૧.૨૫ લાખ દર્દીના વિનામૂલ્યે ડાયાલીસીસ પૂર્ણ કરતી LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડાયાલીસીસ સેન્ટરના મા કાર્ડના લાભાર્થી દર્દી નારણભાઇ માવજીભાઇ પાદરાને મુખ્યમંત્રીશ્રીએ પૃચ્છા કરી હતી આ તકે તેમણે ડાયાલીસીસના દર્દીઓની સંવેદના મુલાકાત લીધી હતી.તેમણે ડાયાલીસીસના દર્દીઓને મળી ખબર અંતરની  પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનાસ્ભર મુલાકાતમાં અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અધિક નિવાસી કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલના ચેરમેનશ્રી ભરતભાઇ મહેતા, ડિસ્ટ્રીકટ ગવર્નર મીનાબેન મહેતા, ટ્રસ્ટી સર્વશ્રી અભયભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી, વિપુલભાઇ જેઠી, અજીતસિંહ રાઠોડ, અનુપમભાઇ કોટક, શૈલેષભાઇ માણેક અને શૈલેષભાઇ ઠકકર, રજનીભાઇ, અકબાનીભાઇ, વ્યોમાબેન મહેતા, મુકેશભાઇ ચંદે, રશ્મિકાંતભાઇ મહેતા, હોસ્પિટલ સ્ટાફ સાથે ઉપસ્થિત રહયા હતા.