મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ભુજ ખાતેથી રાજયકક્ષાનો કિસાન સન્માન દિવસ યોજાશે

સાત પગલાં ખેડૂત ક્લ્યાણના યોજના અંતર્ગત વિવિધ સહાય સીમાંત અને નાના ખેડુતો માટે બનશે આશિર્વાદ : કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કચ્છમાં કુલ ૨૧ ફિડરોમાંથી દિવસે વિજળી આપવાનો પ્રારંભ કરાશે

પાંચ વર્ષ સરકારના સૌના સાથથી, સૌના વિકાસના અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧લી ઓગષ્ટથી ૯મી ઓગષ્ટ સુધી અનેક જનસુખાકારી અને વિકાસની વાટ ગુજરાતને વધુ વેગવંતુ બનાવે તે માટેના અનેક આયોજન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કચ્છમાં કિસાન સન્માન દિવસનું રાજયકક્ષાનું આયોજન સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષસ્થાને  યોજાશે.

ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે રાજય સરકાર આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૯ હજાર કરોડ, વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૩૭ હજાર કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧માં અત્યાર સુધીમાં રૂ. ૩૩ હજાર કરોડ ઉપરાંતની અલગ અલગ યોજના અન્વયે કિસાનોને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં અતિવૃષ્ટિ વખતે રૂ. ૩,૭૯૫ કરોડ અને વર્ષ ૨૦૨૦માં રૂ. ૩,૭૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ ગુજરાતની સંવેદનશીલ સરકારે કિસાનોને આપ્યું છે.

વર્ષ ૨૦૨૦-૨૧ માં સાત પગલાં ખેડૂત ક્લ્યાણના યોજના અમલ કરવામાં આવી છે.જે અન્વયે સુક્ષ્મ સિચાઈ માટે ૧૦૦૦ ઘનમીટર ના ભુગર્ભ પાણીના પાકા ટાકા માટે રૂ.૧૦ લાખની સહાય, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ૧ .૦૫ લાખ ખેડૂતોને રૂ.૫૭ કરોડની નિભાવ ખર્ચ સહાય, પ્રાકૃતિક કૃષિ કીટ સહાય હેઠળ ૧૨૪૦૦ ખેડૂતોને લાભ આપ્યો છે.રાજયના ૫૬૬૯૭ ખેડૂતોને છત્રી યોજના અન્વયે છત્રી વિતરણ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમા એક લાખ નાના ગોડાઉન માટે રૂ.૩૦ હજારની સહાય આપીને ૧૨૫૭૧ ખેડૂતોને આવરી લઈ રૂ.૨૯.૨૧ કરોડની સહાય ચૂકવી છે.આ ઉપરાંત સીમાત ખેડૂતો અને ખેતમજૂરો માટે સ્માર્ટ હેન્ડસ ટુલ કીટની ૯૦ ટકા સહાય તથા કિસાન પરિવહન યોજના અંતર્ગત ૧ લાખ ઉપરાત ખેડૂતોને રૂ ૬૬ કરોડની મીડિયમ સાઈઝ ગુડઝ કેરેજ માટે વાહન સહાય ચૂકવાઈ છે.

કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યમાં ૪૦૦૦ ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગણી રાજય સરકારે પૂર્ણ કરી છે. રાજયમા અત્યાર સુધી ૩,૩૮,૦૦૦ જેટલાં ખેડૂતોને આ યોજનાનો લાભ આપી દિવસે વીજળી પૂરી પાડી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કિસાન સન્માન દિવસ અન્વયે કચ્છથી કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત ક્લ્યાણના યોજના અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કર્યક્રમોનો શુભારંભ કરાવશે. જે અંતર્ગત કચ્છમાં બરાયાના ૧૧ કે.વી.ના ૪ ફીડરોમાં દિવસે વિજળી આપવામાં આવશે જેથી ૧૦ ગામોના ૪૪૯ ખેડૂતોને દિવસે વિજળીનો લાભ મળશે.

આ ઉપરાંત વિથોણના ૧૧ કે.વી.ના ૯ ફીડર થકી ૧૫ ગામોના ૧૩૯૭ ખેડૂતો, અંજારમાં ૧૧ કે.વી.ના ૭ ફીડર થકી ૮ ગામોના ૧૯૭ તથા ખાવડાના ૧૧ કે.વી.ના ૧ ફીડર થકી ૧૦ ગામના ૧૨૦ લાભાર્થી ખેડૂતોને દિવસે વિજળીનો લાભ આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા સ્મૃતિવનની પણ મુલાકાત લઇ તેનું વિહંગવાલોકન કરી પ્રગતિ હેઠળના કામથી વિગતે માહિતગાર થશે.