મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટે થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિથી માહિતગાર કરતા નગરપતિશ્રીઓ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની ૧૬૨ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી કોરોના કામગીરી અંગે સંવાદ યોજ્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટે થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિથી નગરપતિશ્રીઓએ માહિતગાર કર્યા હતા જેના મહત્વના અંશો આ મુજબ છે.

ભૂજ :
ભૂજ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે બેડ સહિત જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આગામી સમયમાં ટેસ્ટિંગની માત્રામાં પણ વધારો કરવામાં આવશે.

સુરેન્દ્રનગર :
કોવિડના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે સુરેન્દ્રનગર શહેરમાં ૨૦૦ બેડની નવી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર :
પોરબંદરમાં કોરોનાના દર્દી માટે હાલમાં ૧૮૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે જ્યારે આગામી સમયમાં વધુ ૭૦ બેડની નવી હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવનાર છે.

આણંદ :
કોરોના નિયંત્રણ માટે આણંદ શહેરમાં લોકોના સહયોગથી સ્વયંભૂ સાંજે ૪થી ૬ લોકડાઉનનો નિર્ણય કરાયો છે. હાલમાં કુલ-૬૦૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

વલસાડ :
વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં ૬૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી સમયમાં ઓક્સિજનની વ્યવસ્થા, ICU બેડ પણ વધારવામાં આવશે. લોકોના સહયોગથી વલસાડ શહેરમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

મહેસાણા :
મહેસાણા શહેરમાં અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ નાગરિકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. દૈનિક ૫૦૦થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી ૩૦ એપ્રિલ સુધી સાંજે ૬.૦૦ વાગ્યા પછી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે પણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.

વેરાવળ :
વેરાવળમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગનું કાર્ય સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે. લોકોને કોરોનાની પુરતી સારવાર ઉપલબ્ધ થાય તે માટે વધુ ૧૦૦ બેડની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવનાર છે.

પાલનપુર :
લોકોને કોરોનાની ઝડપી સારવાર મળી રહે તે માટે સિવિલમાં ૧૦૨ બેડ તેમજ ખાનગીમાં ૭૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સ અને મુસ્લિમ સમાજની સંસ્થાઓ દ્વારા વધુ કોવિડ બેડની વ્યવસ્થા ઉભી કરવા તૈયારી દર્શાવી છે.

દાહોદ :
દાહોદ શહેરમાં કોરોના નિયંત્રણ માટે વોર્ડ મુજબ વેક્સિનેશન, આયુર્વેદ, ઉકાળા વિતરણ તેમજ કોવિડના દર્દીઓ માટે હેલ્પલાઇન નંબર સાથે સહાયતા કેન્દ્ર શરૂ કરાયું છે.

બોટાદ :
બોટાદ શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. શહેરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે.

હિંમતનગર :
કોરોના નિયંત્રણ માટે શહેરમાં તા. ૧૫થી ૩૦ એપ્રિલ સુધી તમામ શનિવાર અને રવિવાર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. વેક્સિનેશનના ૬ કેન્દ્રો શરૂ કરાયા છે. સિવિલમાં ૩૭૭ જેટલા કોરોના બેડની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.

નડિયાદ :
નડિયાદ શહેરમાં લોકો- વેપારીઓના સહયોગથી સાંજે ૪થી ૬ દરમિયાન લોકડાઉન જાહેર કરાયું છે. મહત્તમ વેક્સિનેશન થાય તેનું અભિયાન પણ ચાલી રહ્યું છે.

નવસારી :
સિવિલ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં વેક્સિનેશન કેન્દ્રો શરૂ કરાયા છે તેમજ શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરાયું છે.

અમરેલી :

અમરેલી શહેર એકંદરે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. મેડિકલ સ્ટાફ સહિત તમામ લોકો કોરોના હરાવવા પૂરતો સહકાર આપી રહ્યા છે.

મોરબી :
મોરબીમાં કોરોનાની ૧૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત છે.
માત્ર ૪૮ કલાકમાં જ મોરબી માટે કોરોના ટેસ્ટિંગની લેબ ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો નગરપતિએ આ પ્રસંગે આભાર માન્યો હતો.

ભરૂચ :
ભરૂચ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે પુરતા પ્રમાણમાં કોવિડના બેડ ઉપલબ્ધ છે. શહેરમાં બે ટેસ્ટિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. લોકોની સેવા માટે ૬ ધન્વંતરી રથ સેવારત છે.

ડભોઇ :
ડભોઇ શહેરમાં કોવિડના ત્રણ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં સ્વચ્છતા- સેનિટાઇઝેશનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ધોરાજી :
હાલમાં કુલ ૧૧૩ બેડની સુવિધા કોરોનાના દર્દી માટે ઉપલબ્ધ છે. શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

માણાવદર :
માણાવદરમાં ૬૦ બેડની તેમજ તાલુકા પંચાયતની હોસ્પિટલમાં વધુ ૧૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે.

પાટણ :
પાટણ શહેરમાં હાલમાં કોરોના માટે ૨૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા શાકભાજી વેચનારા, ફેરિયાઓનું ખાસ વેક્સિનેશન કરાયું છે. રોજના ૨૫૦૦ જેટલા કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવે છે.

હાલોલ :
હાલોલમાં જરૂરિયાત મુજબ કોવિડ સેન્ટર ઉપલબ્ધ છે જરૂર પડે તો વધારવારમાં પણ આવશે. શહેરને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહ્યા છે.

વ્યારા :
વ્યારા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તા. ૧૫થી ૨૧ એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જરૂર જણાશે તો કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વધારવામાં આવશે.