મુખ્યમંત્રીશ્રી બાળ સેવા યોજના ૨૦૨૧ : રૂ.૧.૨૪ લાખ હજાર જુન માસના ચૂકવણાથી ૩૧ બાળકો લાભાન્વિત

જિલ્લામાં કોરોનાના કારણે અનાથ થયેલા ૩૧ બાળકોને પ્રતિમાસ રૂ.૪ હજારની સહાય

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના સામાજિક સુરક્ષા ખાતાના ગુજરાત બાળ સંરક્ષણ, સોસાયટીના બાળ સુરક્ષા એકમ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણથી અનાથ થયેલા બાળકોને સ્વામાન ભર્યુ અને સરળ જીવન આપવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના ૨૦૨૧ હેઠળ પ્રતિ માસ રૂ.૪ હજારની સહાય ચૂકવવા આવશે. માર્ચ ૨૦૨૦થી જયારથી બાળક અનાથ થયું હશે તે માસથી બાળકને પ્રતિ માસ રૂ.૪ હજારની સહાય આપવાની યોજના અમલી છે.

જે પૈકી કચ્છ જિલ્લામાં ૩૧ બાળકોને જુન ૨૦૨૧ માટે રૂ.૧.૨૪ હજારનું ચુકવણું સીધુ બાળકોના બેંક ખાતામાં કરવામાં આવશે. જિલ્લામાં  ૧૫ કુમાર અને ૧૬ કન્યા થઇ કુલે ૩૧ લાભાર્થી બાળકોમાં પાલક માતાપિતા યોજનાના ૧૮ અને કોરોનાકાળમાં અનાથ બનેલા નવા ૧૩ બાળકોને આ લાભ આપવાની પ્રક્રિયા ચાલુ છે.

જિલ્લામાં તાલુકાવાર જોઇએ આ લાભાર્થી બાળકો અંજાર-૩, મુન્દ્રા-૨, ભુજ-૮, માંડવી-૪, નખત્રાણા-૩, અબડાસા-૫, ગાંધીધામ-૩ અને ભચાઉ-૩ મળી કુલે ૩૧ લાભાર્થી બાળકો છે એમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોરીયા જણાવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી દ્વારા આ બાળકોને સીધી સહાય ચૂકવાશે.

પ્રતિમાસ રૂ.૪ હજારની આર્થિક સહાયથી આ બાળકોનું આર્થિક સામાજિક અને શૈક્ષણિક સ્તર જળવાશે. તેઓ આર્થિક નિર્ભર ગણાશે અને તેમના પાલકવાલીને પણ બાળકોના સ્વનિર્ભરતાથી હળવાશ રહેશે. જો તમારી આસપાસ કોરોનામાં માતા કે પિતા અથવા માતા પિતા બંને કે પાલક માતાપિતા અવસાન પામે તો આવા બાળકોના પાલક ગૌરવભેર બનજો એમ એક લાભાર્થી પાલક વાલી જણાવે છે.

આ યોજના માટે જિલ્લાની બાળ સુરક્ષા એકમ કચેરીનો કે સમાજ સુરક્ષા ખાતાનો સંપર્ક કરવા અને સરકારની આ સહાયથી બાળકોને લાભ અપાવશે એમ તેઓ કહે છે.