મુંબઈ બ્લાસ્ટ કેસઃ તાહીર-ફિરોઝને ફાંસી : સલેમ-કરીમુલ્લાહને ઉમરકેદની સજાનું એલાન

મુંબઈની વિશેષ ટાડા કોર્ટનો ચુકાદો જાહેર

અન્ડરવર્લ્ડ ડોન અબુસાલેમને આજીવનકેદ, હથિયાર સપ્લાયર કરીમુલ્લાહ ખાનને ઉમેરકેદ સાથે બે લાખના દંડની સજા ફટકારાઈ

 

પ્રર્ત્યાપણ  સંધિનો સલેમને ફાયદો : ફાસીમાંથી મળી રાહત

મુંબઈ : ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં અન્ડરવલ્ડ ડોન અબુ સાલેમ સહીત પાંચ દોષીતોને સજા ફરમાવવાનો ફેસલાનો દિવસ હતો. આજે વિશેષ ટાડા કોર્ટ દ્વારા સજાના આદેશો ફરમાવવાનુ બપોરે ૧ કલાકે શરૂ કર્યુ છે અને સૌથ પ્રથમ હથિયારનો સપ્લાયર એવા કરીમુલ્લાહખાનથી શરૂઆત કરવામા આવી હતી. નોધનીય છે કે આજ રોજ સમગ્ર પ્રકરણમાં ર૪ વર્ષ બાદ ચુકાદો અવ્યો છે. આજ રોજ વિશેષ ટાડા કોર્ટ દ્વાર આપવામાં આવેલા ચુકાદામાં તાહીર મર્ચન્ટ અને ફિરોઝને ફાંસીની સજા ફટકારવામા આવી છે જયારે અબુ સાલેમનેઅને કરીમુલ્લાહને આજીવન કારાવાસની સજા ફટકારવામા આવી છે જયારે રીયાઝને દસ વર્ષની સજાનું એલાન આપવામા આવ્યુ છે.
સીબીઆઈ દ્વારા ઉમરકેદની સજાની માંગણી કરવામા આવી હતી. ત્યારે આજ રોજ વિશેષ ટાડા કોર્ટ દ્વારા આ કેસમાં દોષીત ઠરેલા કરીમુલ્લાહ ખાનને આજીવન કેદની સજાનો આદેશ તથા બે લાખનો દંડ ફટકારવામા આવ્યો છે. ત્યારબાદ આ કેસમાં અન્ડરવલ્ડડોન એવા અબુસલેમને સજાનું એલાન કરવામા આવ્યુ હતુ અને તેને પણ નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદ અને બે લાખના દંડની સજા ફરમાવાઈ હતી. તો વીળ આ જ કેસમાં અન્ય દોષીત ઠરેલા એવા રીયાઝ સીદીકીને ૧૦ વર્ષની જયારે તાહીર મર્ચન્ટને ફાંસીની સજા ફટકારવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.